સુરીનામના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ મંદિરે વેદમંત્રોથી અભિવાદન..

હિન્દ ન્યુઝ, ભુજ

        આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે સુરીનામ દેશ જે દક્ષીણ અમેરીકામાં આવેલ છે, ત્યાના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી પરીવાર તેમજ ડેલીગેશન સાથે સોમનાથ આવી પહોચ્યા હતા. સોમનાથ વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબે પૂષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરેલ હતુ. શ્રી સોમનાથ મંદિરે તિર્થ પુરોહિતો અને સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારોએ વેદમંત્રોથી તેઓનું અભિવાદન કરેલ, મંદિરની પરંપરા મુજબ સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇએ પૂષ્પહારથી તેઓનું સ્વાગત કરેલ હતું.

        સોમનાથ મહાદેવના દર્શન ગંગાજળ અભિષેક વેદમંત્રો સાથે મહામહિમ રાષ્ટ્રપતીજીએ કરેલ. તેઓએ સોમેશ્વર મહાપૂજન ધ્વજાપૂજન કરેલ, મહાપૂજન મુખ્યપૂજારીશ્રી વિજયભાઇ ભટ્ટ તથા સાથી પૂજારીવૃંદ દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ હતું.

        પૂજન બાદ સોમનાથ મહાદેવના આશિર્વાદ સ્વરૂપે પુજારીએ રૂદ્રાક્ષની કંઠા માળાથી રાષ્ટ્રપતીનુ સન્માન કરેલ. રાષ્ટ્રપતીનુ સ્મૃતિભેટ અને શાલથી સન્માન ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબ દ્વારા  કરવામાં આવેલ, સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇએ સોમનાથ મંદિરનું વુડનમાં સુવર્ણઆર્ટ સાથે તૈયાર કરેલ મોમેન્ટોથી તેઓનું સ્વાગત કર્યું હતુ.

        સોમનાથ મંદિરના શિખર પર શ્રાવણ માસ માં શરૂ કરેલ સ્વહસ્તે ધ્વજારોહણ નો લાભ પણ મહામહિમ રાષ્ટ્રપતિ એ લીધેલ હતો. ઢોલના નાદ સાથે સ્વહસ્તે ધ્વજારોહણ પરિવાર સાથે કરી તેઓ કૃતકૃત્ય બન્યા હતા.

        આ પ્રસંગે વિઝીટર બુકમાં નોંધ કરતા મહામહિમ રાષ્ટ્રપતિ એ જાણવ્યુ હતું કે..

“મને મળેલા સત્કારમિત્રભાવના અને આપની પ્રાર્થનાઓ માટે સુરીનામ સરકાર અને સુરીનામના નાગરિકો વતી હું આપ સૌનો આભાર માનું છુંઅહી કરેલી પ્રાર્થનાઓથી મારા દેશ અને દેશવાસીઓ માટે આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે.

“ધન્યવાદનમસ્તે ”  ચાન સંતોખી- રાષ્ટ્રપતિ – સુરીનામ”

Related posts

Leave a Comment