વડાપ્રધાન મોદી ની મુલાકાત પહેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ બનાસ ડેરી નું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, દિયોદર

સમગ્ર એશિયા ખંડ માં દૂધ સંપાદન માં નંબર વન બનાસ ડેરી દ્વારા એકજ જિલ્લા માં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વિધામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડકટ યુનિટ તથા દુધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (એફ એમ ) નું આગામી તા ૧૯ એપ્રિલ ૨૦૨૨ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે લોકાપર્ણ કરવામાં આવનાર છે જેની પહેલા ગુરુવાર ના રોજ રાજ્ય કક્ષા ના ગૃહ મંત્રી દિયોદર તાલુકા ના સણાદર બનાસ ડેરી ખાતે પોહચ્યા હતા જેમાં વહીવટી તંત્ર સાથે સમગ્ર કાર્યક્રમ નું નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા કલેકટર આનંદ પટેલ, દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ, નાયબ કલેકટર એમ કે દેસાઈ, ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment