હિન્દ ન્યુઝ, ભુજ ઔદ્યોગિક હબ બનેલા કચ્છના ગાંધીધામ શહેરને એક નવું નજરાણું મળી રહ્યું છે. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ હતાશ થયેલા કચ્છને બે દાયકામાં પુન: ધબકતા કરવામાં સરકાર અને સ્થાનિકોની મહેનત નોંધનીય છે. સ્થાનિકો અને પરપ્રાંતિઓથી બનેલું શહેર ગાંધીધામ મીની ભારત કહેવાય છે. જ્યાં ભારતના દરેક ખૂણામાંથી રોજીરોટી મેળવવા માટે શ્રમિકો, પરપ્રાંતિય શ્રમિકો, કામદારો અને મોટી ઔદ્યોગિક વસાહતો વસાવનારા લોકો અને કંપનીઓએ ગાંધીધામને મીની ભારત બનાવ્યું છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ કચ્છમાં ગાંધીધામ વિવિધ કંપનીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારી પુરી પાડતું શહેર જ નહીં પણ વિવિધ ભારતીય…
Read MoreMonth: August 2022
28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે
હિન્દ ન્યુઝ, ભુજ 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને તેથી હવે આ પ્રોજેક્ટ સાકાર થયો…
Read Moreરાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાજુલા રાજુલા પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ. જેમાં જણાવ્યું હતું કે, હાલમાં તલાટી કમ મંત્રીના રાજ્યવ્યાપી હડતાલ ચાલુ હોય ત્યારે ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ તારીખ ૨ ઓગસ્ટથી અચોકસ મુદતની હડતાલ ઉપર બેઠા છે. ત્યારે આજે ૨૦ દિવસ જેટલો સમય થવા આવ્યો છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા હડતાલનો કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેમાં ૨૦૦૪ થી ૨૦૦૫ ની ભરતીના તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત તથા ૧-૦૧- ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા બાબત સહિત તલાટી…
Read Moreરાધનપુર વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસના રઘુભાઈ દેસાઈએ ભાજપ સરકાર ઉપર લગાવ્યા આક્ષેપો
હિંદ ન્યુઝ, રાધનપુર સરકાર રસીકરણ વધારે જે લોકોના પશુપાલક ના પશુ મૃત્યુ પામેલા છે તેમને વળતર આપે તેવી માંગ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ ભાજપ સરકાર પર લગાવ્યા આક્ષેપો. ગૌ માતાના નામે મત લેનાર ભાજપના લોકો અત્યારે લમ્પિંગ વાયરસના કારણે રાધનપુર વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં વાયરસના કારણે ગૌમાતાઓ મોતને ભેટી રહી છે ત્યારે ગૌ માતાને ભૂલી જનાર ભાજપ સરકાર સામે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ લગાવ્યા આક્ષેપો. ગૌ માતાના નામે મત લેનાર અત્યારે ગાયોને ભૂલી ગયા છે પશુપાલકોની હાલત કફોડી છે તેવા સમયે સરકાર રસીકરણ વધારે…
Read MorePSI.એચ.એલ.જોષીને વારાહી પોલીસ સ્ટેશનમાં મુકવા લોક માંગ ઉઠી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના વારાહી ખાતે (પી.એસ.આઇ) એચ.એલ.જોશી ને વારાહી પોલિસ સ્ટેશન માં મૂકવા લોક માંગ ઉઠવા પામી છે.ત્યારે લોદરા ગામ સરપંચ સહિત સ્થાનિક લોકો દ્રારા બનાસકાંઠા જિલ્લાના PSI તરીકે ફરજ બજાવતા H.L.જોષીને પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશનમાં મૂકવા માટે રેન્જ IG J.R.મોથલીયા અને બનાસકાંઠા SP. અક્ષરાજ મકવાણા ને પત્ર લખી લેખિત માં માગણી કરી. આમ તો કેટલાક અધિકારીઓ ની છબી સ્વચ્છ, નીડર અને આરોપીઓ પ્રત્ય કડક વલણ અપનાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓ ની માંગ દરેક જગ્યાએ જોવા મળતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરજ…
Read Moreપંચાયત સંવર્ગના તલાટીઓની હડતાલ સમેટાઈ
હિન્દ યુઝ, ભાવનગર રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી જે આજે તેઓએ પરત ખેચીને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે એમ પંચાયત તલાટી મંડળ એસોસિ એશના પ્રમુખ દ્વારા જાહેરાત કરાઈ છે. આજે ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે અને તેઓ આવતીકાલથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે તેમ…
Read Moreથરાદ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવાયો
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિભાઈ માળી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવાયો આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોરને ઘાયલ હાલતમાં જોતા થરાદ તાલુકાના તાલુકા રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિભાઈ માળી કે જે ખૂબ જ પક્ષી પ્રેમી છે. તેમના દ્વારા ઘાયલ પક્ષી મોરની તાત્કાલિક સારવાર કરાઈ. રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક આગળ સારવાર મળી રહે તે માટે ફોરેસ્ટ ખાતામાં સોંપવામાં આવેલ. આમ રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવી અનોખા પક્ષી પ્રેમનો ઉદાહરણ રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
Read Moreગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું “ગુજરાત પાક્ષિક” સ્પર્ધાત્મક યુગમાં યુવાનો માટે પથદર્શક સમાન
હિન્દ ન્યુઝ, બોટાદ આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો માટે પથદર્શક સમાન ગુજરાત સરકારશ્રીનાં માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું “ગુજરાત પાક્ષિક” રાજ્યમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. આ સામયિકમાં મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અને સરકારના વિવિધ વિભાગોમાં થતા લોકોપયોગી કાર્યોનાં અહેવાલ અને માહિતી જન-જન સુધી પહોંચાડવામાં આવે છે. રાજ્યનાં ખૂણે-ખૂણે પહોંચતાં આ પાક્ષિકમાં ગુજરાત રાજ્ય અને ગુજરાતની પ્રજાને આવરી લેતાં વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે. દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન પ્રગટ થતો દીપોત્સવી અંક રાજ્યભરમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમાં સમાવિષ્ટ અભ્યાસપુર્ણ વિષયો, નિબંધ, હાસ્યનિબંધ, નાટિકા, નવલીકાઓ અને કાવ્યો…
Read Moreબોટાદ જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે ૧,૪૯,૬૪૨ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણથી રક્ષીત કરાયાં
બોટાદ બોટાદ જિલ્લામાં ૧૨૧ ગામોમાં ૧૬૦૫ જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે ત્યારે જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ અને મધુસુદન ડેરી દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી જિલ્લામાં અસરગ્રસ્ત ગામના નિરોગી પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ તાલુકામાં-૪૬૭, ગઢડા તાલુકામાં-૮૦૯, રાણપુર તાલુકામાં-૩૦૭ અને બરવાળા તાલુકામાં-૨૨ સહિત જિલ્લામાં કુલ-૧૬૦૫ જેટલાં પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નિરોગી પશુઓમાં…
Read Moreસરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તા.૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે નવનિર્મિત વિકસતી જાતિ કલ્યાણ ખાતું(ગુ.રા)ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ શરૂ છે. આ છાત્રાલયમાં ધો. ૧૧ અને ૧૨ તેમજ કોલેજ કક્ષાનાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા.શૈ.પ.વ. / આ.પ.વ.ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા.૩૧ ઓગસ્ટ સુધીમાં બોટાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી વીંગ-એ, બીજો માળ પાસેથી અરજી ફોર્મ મેળવી સાધનીક પુરાવા સાથે જિલ્લા કચેરીને ઓફલાઇન અરજી જમા કરાવાની…
Read More