રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસના રઘુભાઈ દેસાઈએ ભાજપ સરકાર ઉપર લગાવ્યા આક્ષેપો

હિંદ ન્યુઝ, રાધનપુર

સરકાર રસીકરણ વધારે જે લોકોના પશુપાલક ના પશુ મૃત્યુ પામેલા છે તેમને વળતર આપે તેવી માંગ કરવામાં આવી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ ભાજપ સરકાર પર લગાવ્યા આક્ષેપો. ગૌ માતાના નામે મત લેનાર ભાજપના લોકો અત્યારે લમ્પિંગ વાયરસના કારણે રાધનપુર વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં વાયરસના કારણે ગૌમાતાઓ મોતને ભેટી રહી છે ત્યારે ગૌ માતાને ભૂલી જનાર ભાજપ સરકાર સામે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ લગાવ્યા આક્ષેપો.

ગૌ માતાના નામે મત લેનાર અત્યારે ગાયોને ભૂલી ગયા છે પશુપાલકોની હાલત કફોડી છે તેવા સમયે સરકાર રસીકરણ વધારે જે લોકોના પશુપાલક ના પશુ મૃત્યુ પામેલા છે તેમને વળતર આપે ઠેર ઠેર ગૌ માતાની લાસો રઝડી રહે છે તેની સેવા ગૌભક્તો અને સેવાભાવી લોકો કરી રહ્યા છે. ભાજપ અને સરકાર ગૌમાતા ને ભૂલી ગઈ છે તેવા ગંભીર આક્ષેપો રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ગુજરાત સરકાર ઉપર લગાવ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment