શાળા પ્રવેશોત્સવના અવસરે પાલિતાણા અને તેની આસપાસની શાળાઓમાં ૨૦ હજાર નોટબુકનું વિતરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. શાળા પ્રવેશ સાથે જે સૌથી પ્રાથમિક જરૂરિયાત પડે તેમાં એક નોટબુક છે, કે જેની અંદર શિક્ષક દ્વારા કરાવવામાં આવતો વિદ્યાભ્યાસ નોંધવામાં આવે છે અને તેના વારંવારના અભ્યાસ દ્વારા બાળકો પ્રાથમિક શિક્ષણને અજવાળે છે. દિવસે- દિવસે સ્ટેશનરીના ભાવ વધતાં જાય છે. તેવાં સમયે ગ્રામ્ય સ્તરે આવેલી શાળાના વાલીઓને આવી નોટબુક ખરીદવાનું ભારણ ન પડે તે માટે પાલીતાણા ખાતે આવેલી જૈન ગેમ્સ ગૃપ, લંડન નામની સંસ્થા દ્વારા પાલિતાણા અને તેની આસપાસની શાળાઓમાં ૨૦ હજાર નોટબુકનું વિતરણ…

Read More

શાળા પ્રવેશોત્સવ સાથે આરોગ્યનું શિક્ષણ આપતું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરસાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ અત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વાલી, સહયોગી, શિક્ષણ તંત્ર અને બાળકો ઉપસ્થિત હોય છે.ત્યારે શિક્ષણના આ મહાયજ્ઞ સાથે આરોગ્યનું પણ શિક્ષણ આપવાનું બીડું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રએ ઝીલ્યું છે. આમ પણ, શિક્ષણ અને આરોગ્ય એકબીજાના પર્યાય અને પૂરક છે. ત્યારે જિલ્લા મેલેરિયા શાખા દ્વારા વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશમાં આર.ડી.ડી. મનીષકુમાર ફેન્સી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ ઝુંબેશ અંતર્ગત શિહોર તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.બી.પી.…

Read More

મેલેરિયામુક્ત ગુજરાત-૨૦૨૨ અંતર્ગત ભાવનગરની વિવિધ શાળાઓમાં નિદર્શન સહ જનજાગૃતિ

શાળા પ્રવેશોત્સવ સાથે આરોગ્યોત્સવ હિન્દ ન્યુઝ, ભાવનગર      સમગ્ર રાજ્યમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે તેની સાથે-સાથે જ ભાવનગર જિલ્લામાં મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અંતર્ગત ભાવનગરની વિવિધ શાળાઓમાં નિદર્શન સહ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ હેઠળ આવતાં વળાવડ ગામ ખાતે આવેલી સચ્ચિદાનંદ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને મેલેરિયામુક્ત ગુજરાત-૨૦૨૨ ના મિશન અંતર્ગત ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયા વગેરે જેવાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો, તેનાથી બચાવ માટેના ઉપાયો, તેને અટકાવાના ઉપાયો વગેરે બાબતો અંગે શાળાના બાળકોને પ્રોજેક્ટર પર વીડિયો…

Read More

ચોટીલા તાલુકાની નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા             ચોટીલા તાલુકાની નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ચોટીલા તાલુકા પ્રમુખ અને ગામના સરપંચ ઉપસરપંચ શાળાના શિક્ષકો અને ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત મા ૧૦૦% ટકા નામાંકન થાય અને સૌ બાળકો શાળામાં પ્રવેશ મેળવે ને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં ૨૦ જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો. ગામના દાતાઓ દ્વારા બાળકોને અભ્યાસ માટેની કીટ…

Read More

તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ-૧ માં પ્રવેશ મેળવતાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીમાં પ્રવેશ મેળવી રહેલાં નાનકડાં ભૂલકાઓને પણ રમકડા સાથેની કીટ આપીને આંગણવાડીમાં પા પા પગલી ભરાવવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણમાં શિક્ષણનું જીવનમાં મહત્વ અને શિક્ષણથી થતાં ફાયદા વિશેનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કેળવણી અને અક્ષરજ્ઞાન વગરનું જીવન પશુવત છે.જે જીવંત છે ,જે વિચારવંત છે તે જ જીવનમાં આગળ વધી શકે છે તેવી…

Read More

જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધો-૧ માં પ્રવેશ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર          રાજ્યભરમાં ચાલી રહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજે ત્રીજા દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધોરણ-૧ માં પ્રવેશ કરાવડાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ આ અવસરે વક્તવ્ય આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને કન્યાઓ પણ દીકરાઓ જેટલું જ શિક્ષણ મેળવે તે માટે પ્રતિવર્ષ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ કરેલા આ શિક્ષણ…

Read More

ધ્રાંગધ્રા વોડ નં-3 માં કુડા રોડ પર આવેલી કંટાવા ની પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા           ધ્રાંગધ્રા વોડ નં-3 માં કુડા રોડ પર આવેલી કંટાવા ની પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022 અંતર્ગત ધોરણ એક ના બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો અને વૃક્ષારોપણ કરવામા આવ્યું અને આજુબાજુ ની વાડી વિસ્તાર માંથી બાળકો ને શાળાએ લઈ જવા અને મૂકવા સરકાર દ્વારા વાહન મૂકવામાં આવેલ જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, વોર્ડ નંબર 3 ના સુધરાઇ સભ્ય તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા શાળાના તમામ શિક્ષકો એ ખૂબ જ સારી રીતે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો…

Read More

ઝમરાળા શ્રી ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ   ઝમરાળા ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે આજ રોજ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.   આ કાર્યક્રમની શુભ શરૂઆત મહેનામઓના સ્વાગત સાથે ધો.૧ માં પ્રવેશ લેતા બાળકોનું ઢોલ નગારા સાથે સ્વાગત અને પુષ્પવર્ષા કરી હતી. મહેમાનઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.   આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા નિરીક્ષક સ્થાનિક ભંડૉળ હિસાબ જે.જે.ત્રિવેદીએ ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકો અને કીટ્સનું વિતરણ કરીને સ્વાગત કર્યુ તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી હેતલબેન દવેએ પ્રેરક ઉદ્દ્બોધન કર્યું હતું. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું તથા દાતાઓનું સન્માન…

Read More

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જવાહર મેદાન ખાતે તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે પ્રદર્શન કમ વેચાણ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ સખી મંડળની બહેનો અને કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ-સહ-પ્રદર્શન માટે જવાહર મેદાન ખાતે આગામી તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે દરમ્યાન સખી મેળાનું તેમજ ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તા. ૨૮ મી જૂનના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે આ મેળાની શરૂઆત કરાવશે. આ અવસરે શહેરના ગણમાન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ૭ દિવસ ચાલનાર આ મેળામાં ભાવનગર તેમજ અન્ય જિલ્લાની સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી (પાપડ, અથાણાં, નમકીન),…

Read More

થામણા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વેળાએ શિક્ષણમંત્રી જાતે ટ્રેક્ટર ચલાવી બાળકોને શાળાએ લઈ ગયા

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવનો ત્રિ-દિવસીય મહાયજ્ઞ ઉલ્લાસ પૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની થામણા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહયા હતા. શિક્ષણ મંત્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કન્યા કેળવણીનું સ્વપ્ન સાચા અર્થમાં ચરિતાર્થ થાય અને ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર વધે તે માટે ૨૦૦૩ ના વર્ષથી આરંભાયેલા કન્યા કેળવણી રથયાત્રાના સાચા અર્થમાં ચાલક બની થામણા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રવેશપાત્ર ભૂલકાઓને ટ્રેક્ટરમાં બેસાડી તેઓએ જાતે ટ્રેક્ટર ચલાવીને…

Read More