હિન્દ ન્યુઝ, ભાવનગર
આગામી તા.૧૭/૦૩/૨૦૨૨ નાં રોજ હોળી તથા તા.૧૮/૦૩/૨૦૨૨ નાં રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમ્યાન જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થતાં લોકોને અટકાવીને ઘેરૈયાઓ તેમની પાસેથી ગોઠ માંગે છે અને રસ્તા ઉપર ગોઠ માટે અડચણો ઉભી કરે છે તથા ગોઠ ન આપનાર ઉપર રંગ છાટી રાહદારીઓને ત્રાસ આપી પરેશાન કરે છે. જેથી અકસ્માત, તકરારો થવાની શકયતાઓ હોઇ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેર હિતમાં ફરમાવુ છું કે, સમગ્ર ભાવનગર જિલ્લામાં તા.૧૭/૦૩/૨૦૨૨ તથા તા.૧૮/૦૩/૨૦રરનાં રોજ હોળી-ધુળેટી નિમિત્તે ઘેરૈયાઓએ લોકો પાસેથી ગોઠ માંગવી નહીં તેમજ તેમને રંગ છાંટીને પરેશાન કરવા નહીં તથા ઇચ્છા વિરૂધ્ધ રંગ છાટવો નહી.
આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરનાં કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.