ભાવનગર જિલ્લામાં આગામી ૨૦ થી તા.૨૬ માર્ચ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ની સ્પર્ધાઓનો શુભારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર

         ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર શહેરકક્ષામાં તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ તાલુકાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં એથ્લેટીક્સ, ચેસ, રસ્સાખેંચ, ખોખો, કબડ્ડી, યોગાસન, વોલીબોલની સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ સુધી તાલુકાવાર નક્કિ થયેલા સ્થળો મુજબ યોજાશે. આ ઉપરાંત જિલ્લાકક્ષા સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ સુધી યોજાશે જેમાં ફુટબોલ, સ્કેટીંગ, સ્વીમીંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેકવોનડો, જુડો, ટેબલટેનીસ, લોનટેનીસ, તીરંદાજી, હોકી, કુસ્તી, શુટીંગબોલ, કરાટે, હેન્ડબોલની સ્પર્ધા યોજવામાં આવશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment