ભાવનગરમાં એમ. જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે તા. ૨૩ મે ના રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા એમ. જે. કોલેજ ઓફ કોમર્સનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રની ટાટા કન્સલટન્સી સર્વિસ, ગાંધીનગરમાં બી.પી.એસ(ટ્રેની)ની જગ્યાઓ ભરવાની છે.

જેમાં ફક્ત ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩માં જેમણે B.COM, BA, BAF, BBA, BBM, B.SC(Non IT) પાસ કરેલ હોય તથા જેમની ઉંમર ૧૮ થી ૨૮ વર્ષ હોય, માત્ર તેવા જ ફ્રેશર ઉમેદવારો(જો અનુભવ હોય તો 3 મહિનાથી વધુ અનુભવ નાં હોવો જોઈએ) ભાગ લઇ શકશે.

રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા તા.૨3/૦૫/૨૦૨૩ ને મંગળવારે સવારે ૧૦:૦૦ વાગ્યે એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે ગુગલ લિંકમાં https://forms.gle/qZW5ymD2uQ4UNK7x9 રજીસ્ટ્રેશન કરીને જરૂરી ડોક્યુમેન્ટ ધોરણ-૧૦/૧૨ પાસની માર્કશીટ, લીવીંગ સર્ટીફીકેટ, આધારકાર્ડ, પાસપોર્ટ ફોટા-૨, રિઝ્યુમની નકલ તેમજ લેખિત પરીક્ષાની તૈયારી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરીની યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment