પાટણમાં નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા માં જુદી જુદી ૧૪૦ ઝાખીઓ જોડાશે : પિયુષ આચાયૅ

હિન્દ ન્યુઝ, રાધનપુર કોરોના ની મહામારી ના કારણે પાછલા બે વર્ષ દરમિયાન અષાઢીબીજ નાં પવિત્ર દિવસે પાટણ શહેરના શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નિકળતી ગુજરાત નાં બીજા નંબરની અને ભારતભરમાં ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા મુલત્વી રાખી ટ્રસ્ટી મંડળ દ્વારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે પવૅ ની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ચાલુ વર્ષે જગતના નાથ જગન્નાથની અસીમ કૃપાથી કોરોના ની મહામારી શાંત પડતાં શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ સહિત ભગવાન જગન્નાથજીના ભક્તજનો દ્વારા ૧૪૦ મી રથયાત્રા ની દબદબાભેર ઉજવણી…

Read More

સ્વચ્છતામાં રાધનપુર ફેઈલ, જાહેર માર્ગ ઉપર ગટરના પાણીનો કબજો, નદી ની જેમ વહી રહ્યું ગંદુ પાણી

હિન્દ ન્યુ, રાધનપુર           રાધનપુર તાલુકાના મુખ્ય મથકે આવતાં નગરપાલિકા નો વહીવટનો ચોંકાવનારો નજારો જોવા મળે તેવી પરિસ્થિતિ સામે આવી છે. મસાલી રોડ પાણીના ટાંકા સામે આહીર છાત્રાલય આમે સતત વહી રહ્યું છે ગટર નું ગંદુ પાણી વાહન ચાલકો દુકાનદારો તેમજ સોસાઈટીના રહીશો જોઈ રહ્યા છે નગર પાલિકા ની રાહ. જાહેર માર્ગ ઉપર અનેક રાહદારીઓ અને વાહનચાલકો પસાર થતાં ગંદા પાણીનો સામનો કરવા મજબૂર થયા છે લોકો. જાણે કોઈએ ગંદા પાણીનો નળ ચાલુ મૂકી દીધો હોય તેમ રોડ ઉપર રીતસર પાણીની ધારી ચાલુ છે. આ પાણી…

Read More

ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતાં પ્રમાણમાં છે, લોકોએ બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી- કલેકટર યોગેશ નિરગુડે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવાં આજ સવારથી ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી કતારો લાગવા બાબતે સ્પષ્ટતા કરતાં કલેકટરએ જણાવ્યું છે કે, ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. લોકોએ બિનજરૂરી રીતે ગભરાવવાની જરૂર નથી. આ બાબતે કલેકટરએ જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડિલરો તથા તેઓના એસોસિએશન સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને આવતીકાલે તેઓની સાથે બેઠક પણ યોજવાના છે. પેટ્રોલ પંપ માલિકોએ પણ પેટ્રોલ પંપ પર પૂરતો પેટ્રોલ અને ડિઝલનો પૂરતો પુરવઠો છે તે બાબતે કલેકટરને ટેલિફોનિક વાતચીતમાં ખાતરી આપી…

Read More

આઠમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભુજમાં ૨૧મી જુન સુધી નિ:શુલ્ક યોગ શિબિર

હિન્દ ન્યૂઝ,  ભુજ “આઠમાં વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર, ભુજ મધ્યે તા. ૧૩/૦૬/૨૦૨૨ થી તા.૨૧/૦૬/૨૦૨૨ સુધી દરરોજ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. “YOGA FOR HUMINITY” થીમ પર આયોજીત આ શિબિર તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા. ૨૦/૦૬/૨૦૨૨ સુધી સાંજે ૫ થી ૬ અને તા. ૨૧ નાં સવારે ૭ થી ૮ સુધી નિ:શુલ્ક યોજાશે. જેમાં વિવિધ રોગાનુસાર યોગ શિખવાડવામાં આવશે. યોગ શિબિરમાં આવનારે પાથરણા અને નેપકીન તથા…

Read More

સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, સોમનાથ સૌરાષ્ટના રત્નાકર તટે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવ્યા વિશેષ મનોરથ ફળોનો રાજા ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરી ના મનોરથ 2600 કિલો કેરી નો મનોરથ સોમનાથ મહાદેવને પ્રથમ વખત કરવામાં આવ્યો. ભક્તો કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્ય બન્યા. 2600 કિલો કેરી વેરાવળ શહેરના હરસિધ્ધી, ભીડીયા, બંદર રોડ, તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ગામડાઓ જેવા કે આદ્રી, પાલડી, ચાંડુવાવ, સીડોકર, સારસવા, સિમાર, સુપાસી, વડોદરા ડોડિયા, કિંદરવા, આજોઠા, બાદલપરા, બિજ, મેઘપુર, ભાલપરા, કાજલી, સોનારીયા, છાત્રોડા, નવાપરા, ડાભોર, તાતીવેલા, ડારી, દેદા, મલોંઢા, છાપરી, વાવળીઆદ્રી, ચમોડા,…

Read More

રાધનપુર દેવ ગામે એકજ સમાજ ના બે જૂથો વચ્ચે ધિંગાણું, ૧૧ લોકો ઘાયલ ૨ ને ગંભીર ઇજા થતાં પાટણ ધારપુર કરાયા રિફર

હિન્દ ન્યુઝ, રાધનપુરr      રાધનપુર તાલુકાના દેવગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારા મારી ની ઘટના સામે આવી છે. આજે મોડી સાંજે કોઈ કારણ સર બે જૂથો આમને સામને આવી ગયા હતા. જૂથ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા હોવાની વિગતો જાણવા મળી છે.     દેવ ગામે એકજ સમાજના ૨ જૂથો વચ્ચે કોઈ કારણસર મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બનતા 11 લોકો ઘાયલ થયા હતા જેમાંથી બે લોકો ને વધુ ગંભીર હોય ધારપુર પાટણ ખાતે રીફર કરવામાં આવ્યા છે. બાકીના તમામ રાધનપુર ખાતે હાલ સારવાર લઈ…

Read More

છોટાઉદેપુરના મુસ્લિમ સમાજ દ્રારા નૂપુર શર્માના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર મોહમ્મદ પયગંબર ની શાનમાં જે BJP ની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ તા. 22/05/2022 ના રોજ એક ટીવી ડિબેટમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિરોધ માં સમગ્ર વિશ્વમાં તેની ટીકા થઈ રહી છે, સમગ્ર મુદ્દા પર રાજકારણ પણ ગરમાયું છે અને તમામ ક્ષેત્રના લોકો આ મુદ્દા પર પોતાના અભિપ્રાયો સોશિયલ મીડિયા દ્રારા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારબાદ તેને 6 વર્ષ માટે તેના પદ પરથી સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાય એ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાની સાથેજ તેને કડકમાં કડક સજા પણ…

Read More

મહીસાગર જિલ્લામાં બ્રાઇટ ડે સ્કૂલ, બારોટ લુણાવાડા ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઔદ્યોગીક રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિસાગર જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનો કે જે ઓ શિક્ષકની લાયકાત ધરાવે છે તેવા યુવાનો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિની અધ્યક્ષતામાં બ્રાઇટ ડે સ્કૂલ, બારોટ વાડા, લુણાવાડા ખાતે હતો. આ પ્રસંગે રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિએ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્રારા સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે પી.ટી.સી, બી.એ બી.એડ, એમ.એસ.સી બી.એડ, એમ. એ.બી.એડ, બી.સી.એ, બી.એસ.સી. બી.એડ, બી.એસ.સી નર્સિંગ, એમ.એસ.સી…

Read More

જસદણ યુવા ભાજપ એ પ્લે કાર્ડ દ્વાર પ્રદર્શન કર્યું

હિન્દ ન્યુઝ, જસદણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમા ચાલી રહેલી સરકારી યોજનાઓ વિસે લોકોને વધુ માહિતગાર કરવા અને વધારેમાં વધારે તમામ સરકારી યોજનાઓ પહોચે તે માટે સેવા સુસાશન અને ગરીબ કલ્યાણ સપ્તાહ અતર્ગત જસદણ શહેર અને તાલુકા યુવા ભાજપના કાર્યકર્તાઓ એ આયુષ્માન ભારત, દિવ્યંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના જેવી સરકારી યોજનાઓ ના પ્લે કાર્ડ દ્વારા પ્રદર્શન કરી નાગરિકોને માહિતગાર કરેલ બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

ભાવનગર ખાતે આઈ.જી. કપ લોન ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લોન ટેનિસ આઇ.જી.કપ ટૂર્નામેન્ટની શરૂઆત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે મોડી સાંજે કરાવી હતી. આ તકે આઇ.જી.પી. કપ લોન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, લોન ટેનિસની રમતનું આવું ભવ્ય આયોજન આ ખેલનાં ફલકને વિસ્તારવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસ છે. રાજ્યમાં રમત માટેની રુચિ રમતવીરોમાં વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરી રમતવીરોમાં નવો જોમ અને જુસ્સો ભર્યો હતો. જેને લીધે આજે ગુજરાતમાં અનેક ખેલાડીઓ વિવિધ રમતોમાં આગળ…

Read More