ઉણ વિધા સંકુલ ખાતે વિનામૂલ્યે સર્વ -રોગ નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, કાંકરેજ કાંકરેજ તાલુકાના ઉણ ખાતે શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ, ઊણ દ્વારા દર વર્ષે સર્વ-રોગ નિદાન કેમ્પનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષે તા. 13/03/2022 ને રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નિદાન કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી. સવારે ૯.૦૦ વાગ્યે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 1). ડૉ.આર.એન.નૌલખા (જનરલ સર્જન આસ્થા હોસ્પિટલ રાધનપુર) 2. ડૉ.વિષ્ણુભાઈ વી ઝુલા (M.D.મેડિસિન રાધનપુર) 3.નિર્મલભાઇ પી પટેલ(E.N.T., પાટણ) 4. ડો હિમાંશુ…

Read More

ધો- ૧૦ અને ધો- ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચ થી ૧૨ એપ્રિલ સુધી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા. ૨૮ માર્ચ થી તા. ૧૨ મી એપ્રિલ સુધી રાજ્યભરમાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે રાજ્યસ્તરીય વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ અંગેની વિડીયો કોન્ફરન્સમાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે, ભાવનગર પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, શિક્ષણાધિકારી સર્વ એન. જી. વ્યાસ, જે.પી.મૈયાણી અને શિક્ષણવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકને સંબોધન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, કોરોનાને કારણે શિક્ષણ પર ઘણી અસર પડી છે તેવાં…

Read More

બોટાદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ મા ખેલમહાકુંભ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાતના સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઈકોનિક ઈવેન્ટ તરીકે ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન નક્કી કરવામાં આવેલ છે. જેમા શાળા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ સ્પર્ધા શાળા/ગામ્ય કક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ દરમ્યાન એથ્લેટીક્સ, વોલીબોલ, ખો-ખો, રસ્સા ખેંચ, ચેસ, યોગાસન અને કબ્બડી જેવી રમતો યોજાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ દરમ્યાન એથ્લેટીકસ, વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ,…

Read More

ગઢડા તાલુકામાં સ્થાનિક કક્ષાએ તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રૂપિયા ૩૫,૭૦૦/- નો દંડ વસુલવામા આવ્યો

હિન્દ ન્યુઝ, બોટાદ  સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્લેકટર બીજલ શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. જે અંતર્ગત તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.રંગૂનવાલાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કોર્ડ દ્વારા આજ રોજ તા.૧૪/૦૩/૨૦૨૨ ના રોજ…

Read More

કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું : મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ : ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન  સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની ‘સહકારથી સમૃદ્ધિ’નું વિઝન સાકાર કરશે  વડાપ્રધાનના ‘સહકાર સે સમૃદ્ધિ’ મંત્રને અનુસરી સહકારી ક્ષેત્ર દેશના વિકાસમાં મહામૂલું યોગદાન આપશે – કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે  ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને…

Read More

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે આપી અનૂમતિ

હિન્દન્યુઝ, ગાંધીનગર નલ સે જલ કાર્યક્રમ અનુલક્ષીને મુખ્ય મંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણી વિતરણ માટે ૧૬૮.૭૩ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો ર૦૦ એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અંદાજે રૂ. ૮પ.૬૪ કરોડના ખર્ચે બનશે જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી રિંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી રપ૦૦ મી.મી. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન નાંખવાના રૂ. ૮૩.૦૯ કરોડના કામો હાથ ધરાશે ઉત્તર પશ્ચિમ ઝોન-દક્ષિણ પશ્ચિમ ઝોન-ચાંદખેડા-મોટેરા-સાબરમતી વિસ્તારોને જાસપૂરના હયાત ૪૦૦ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણી અપાય છે હવે જાસપૂર પ્લાન્ટના કમાન્ડ વિસ્તારના બોપલ-ઘુમા નગરપાલિકા સહિતના નવા સમાવિષ્ટ વિસ્તારોને…

Read More

વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પૂરી કરવા ભારત- કચ્છના ખેડુતો સક્ષમ – કેન્દ્રીય મત્સ્ય પશુપાલન ડેરી ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા

હિન્દ ન્યુઝ, ભુજ         લોકભાગીદારીથી વિકાસ યાત્રાને ગતિ આપવાના ચળવળકાર મયંકગાંધીના સફળ પ્રયોગ બાદ હવે કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે. વૈશ્વિક કચ્છીઓ દ્વારા વતનના વિકાસના કામોમાં સક્રિય સૌને મારા અભિનંદન એમ કેન્દ્રીય મત્સય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ ગ્લોબલ કચ્છ ના જળ જીંદાબાદ અભિયાનદ્ધારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરશોતમ…

Read More

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું અત્યાધુનિક ભવન રાષ્ટ્રને સમર્પિત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે ‘તણાવ મુક્ત તાલીમ પ્રવૃત્તિઓ આજના સમયની જરૂરિયાત : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં થયેલા આંદોલને બ્રિટિશ સરકારને ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો ખાખીથી સાવચેત રહેવું જોઈએ તેવી જૂની ધારણાને હવે ખોટી પાડી દેવાઈ છે : હવે જ્યારે લોકો ખાખીને જુએ છે ત્યારે તેઓને મદદની ખાતરી મળે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ પોલીસ યુનિવર્સિટી નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત યુનિવર્સિટી છે – આત્મ સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ…

Read More

દાંડી માર્ચ : સાયકલ યાત્રા ૧૨ થી ૧૮ માર્ચ ૨૦૨૨. અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, કોચરબ આશ્રમે મોહનને મહાત્મા બનાવવાની ભૂમિકા ભજવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જો દેશ ગાંધી માર્ગે ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ 7 દિવસની આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, દાંડી માર્ચ, દાંડી યાત્રા એક એવું આંદોલન હતું કે દુનિયાભરમાં નામ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, દાંડીયાત્રા વખતે કોમ્યુનિકેશનના કોઈ સાધનો ન હતા તો…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં “ગુજરાત ખેલ મહાકુંભ -૨૦૨૨”નો શુભારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  “આ માત્ર ખેલનો જ મહાકુંભ જ નહિ, ગુજરાતની યુવા મહાશક્તિનો મહાકુંભ છે” : અગિયારમા ખેલ મહાકુંભનો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો જોશભેર શુભારંભ વડાપ્રધાન યુવા રમતવીરોને શીખ : સફળતા માટે શોર્ટ કટ ન શોધો : લોંગ ટર્મ પ્લાનિંગ અને કન્ટિન્યૂઅસ કમિટમેન્ટ જ સફળતા અપાવે ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા,વોક્લથી લોકલ તથા મેક ઈન ઇન્ડિયા થકી ”નયા ભારત”નું નિર્માણ કરીએ – નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના વિશાળ દરિયાકાંઠાને અનુલક્ષીને બીચ સ્પોર્ટ્સ વિકસાવવાની સંભાવનાઓ ચકાસવા વડાપ્રધાનનો અનુરોધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો આપેલો વિચાર…

Read More