હિન્દ ન્યુઝ, સુરત
નવા તાલુકાની રચનાએ માત્ર વહિવટી સુવિધા પૂરતી નથી, પરંતુ આદિવાસી સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે
સ્વદેશી અપનાવવાથી માત્ર આપણી આર્થિક શક્તિ જ મજબૂત બનશે નહીં, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને સ્થાનિક કારીગરોનો પણ વિકાસ થશે : નાણા અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઈ
અંબિકા તાલુકાની રચના થવાથી હવે લોકોને ટૂંકા અંતરે જ પોતાની કામગીરી પુરી કરવાની સુવિધા મળશે : ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા
નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે સુરત જિલ્લાના વલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે ધારાસભ્યશ્રી સંદિપભાઇ દેસાઇ અને મોહનભાઈ ઢોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. મહુવા તાલુકામાંથી વિભાજન કરી અંબિકા તાલુકાની રચના કરવામાં આવી છે. તાલુકાનું મુખ્ય મથક વલવાડા રહેશે.
