માંડવીના આંબા પારડી ગામે આગની દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા

હિન્દ ન્યુઝ, માંડવી 

અસરગ્રસ્ત પરિવારને રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તરફથી તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરવામાં આવી

    માંડવી તાલુકાના આંબા પારડી ગામ ખાતે બનેલી દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનાને પગલે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત પરિવારજનોની મુલાકાત લીધી અને તેમના દુઃખ-વેદનામાં સહભાગી થયા હતા. હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા હતા અને જીવન નિર્વાહ માટે તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરી હતી. 

Related posts

Leave a Comment