સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભાવનગર સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે. જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે. ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ્ જળ અભિયાનના પાંચમા ચરણનો વરતેજ ખાતે આવેલ માલેસરી નદી, મેલડી માતાના મંદિર પાસે, સોળવદરા રોડ ખાતેથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આવતીકાલે સવારે સવારે ૯.૦૦ કલાકે શુભારંભ કરાવશે. આ પ્રસંગે જિલ્લા…
Read MoreMonth: March 2022
ભાવનગર જિલ્લાનાં પુરવઠા તંત્ર દ્વારા ખાદ્ય-તેલીબિયાંના સ્ટૉક મર્યાદાના પાલન અર્થે જિલ્લાના કુલ -૧૪ સ્થળે તપાસણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં પુરવઠા તંત્ર દ્વારા ખાદ્યતેલ તેલીબિયાંમાં ગુજરાત સરકાર તરફથી લાગુ થયેલ સ્ટૉક મર્યાદા (રીટેલના કિસ્સામાં ખાદ્યતેલ ૩૦ ક્વિંટલ, ખાદ્ય-તેલીબિયાં ૧૦૦ ક્વિંટલ તથા હોલસેલના કિસ્સામાં ખાદ્યતેલ ૫૦૦ ક્વિંટલ, ખાદ્ય-તેલીબિયાં ૨,૦૦૦ ક્વિંટલ) ના પાલન અર્થે સઘન ઝુંબેશના ભાગ રૂપે ભાવનગરના શહેર તથા વિવિધ તાલુકાના કુલ -૧૪ સ્થળે તપાસણી કરવામાં આવેલ છે. વધુમાં તમામ ખાદ્યતેલ તેલીબિયાંના વેપારીઓને ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગાંધીનગરના તા.૨૪/૦૨/૨૦૨૨ ના હુકમ મુજબ અમલવારી કરવાની રહેશે. સદરહું હુકમ મુજબ અમલવારી ન કરવી કાયદેસર ગુન્હો બને છે. જે બદલ આવશ્યક ચીજ –…
Read Moreબોટાદ ખાતે પોષણ અભિયાન હેઠળ રાષ્ટ્રીય કક્ષાનાં “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ પોતાનાં બાળકની પોષણની સ્થિતિ સુધારવા માટે માતા-પિતા-વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને કોમ્યુનીટી મોબીલાઈઝેશનની સાથે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે. આ ખ્યાલ સાથે ૦ થી ૬ વર્ષનાં બાળકો માટે “સ્વસ્થ બાલક-બાલિકા પ્રતિસ્પર્ધા” તા.૨૧મી માર્ચ થી ૨૭મી માર્ચ ૨૦૨૨ સુધી સમગ્ર ભારતમાં યોજવામાં આવશે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ બાળકોનું વજન-ઉંચાઈ મહિનાનાં બીજા મંગળવારે કરવામાં આવે છે,…
Read Moreબોટાદ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષ ૨૦૨૨ ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ન્યુ દિલ્લી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા બોટાદ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષ ૨૦૨૨ ની પ્રથમ નેશનલ લોક અદાલતનું તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતના દિવસે સમગ્ર બોટાદ જિલ્લામાં કુલ – ૧૧૨૩ પેન્ડિંગ કેસો અને ૧૯૩ પ્રિ-લિટિગેશન કેસો એમ કુમ – ૧૩૧૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવામાં બોટાદ જિલ્લાના તમામ ન્યાયિક અધિકારીઓ, કોર્ટના કર્મચારીઓ, જિલ્લા પોલીસ તથા બોટાદ જિલ્લાના તમામ વકીલ…
Read Moreસુરતના આંગણે ૧૫મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ નિમિત્તે રાજયકક્ષાનો ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયોઃ
હિન્દ ન્યુઝ, સુરત ગ્રાહકએ બજારનો રાજા છે. ગ્રાહકને માહિતગાર થવાનો, વસ્તુની પસંદગી કરવા સહિતના અનેક અધિકારો પ્રાપ્ત થયા છે ત્યારે ગ્રાહકો જાગૃત બનીને ખરીદી કરી શકે તેવા આશયથી ૧૫મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જેના ભગારૂપે સુરતના આંગણે અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અને કન્ઝ્યુમર્સ એફર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર સુરત-તાપી જિલ્લા સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ‘યોગ્ય ડિજિટલ નાણાંકીય પધ્ધતિ’ની થીમ પર દક્ષિણ ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે…
Read Moreલિંબાયત ખાતે જિલ્લા રોજગાર કચેરી-સુરત દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત યુવાનોને તેમના કૌશલ્ય મુજબ મનપસંદ રોજગારી પ્રાપ્ત થાય તેમજ ઔદ્યોગિક એકમોને સરળતાથી માનવબળ ઉપલબ્ધ થઈ શકે તે માટે લિંબાયત સ્થિત સુભાષનગરના SMC કોમ્યુનિટી હોલ ખાતે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી-એસ.ટી, સુરતના સંયુક્ત ઉપક્રમે ‘રોજગાર ભરતી મેળો’ યોજાયો હતો. જેમાં રોજગાર મેળામાં નોંધાયેલા ૧૦૩૬ રોજગારવાંચ્છુંઓમાંથી ૫૬૧ ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરીને કોલ લેટર આપવામાં આવ્યાં હતાં. આ ભરતી મેળામાં ૨૦ જેટલી કંપનીઓમાં ૧૧૫૦ જગ્યાઓ માટે ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, યુવા દેશ ભારતમાં…
Read Moreબરવાળા તાલુકામાં સ્થાનિક કક્ષાએ તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રૂપિયા ૭૫૦૦/- નો દંડ વસુલવામા આવ્યો
હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્લેકટર બીજલ શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. જે અંતર્ગત તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.આર.રંગૂનવાલાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કોર્ડ દ્વારા આજ રોજ તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ…
Read Moreગંગાનગર પ્રાથમિક શાળામાં બાળકોને આરોગ્ય તપાસણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સાયલા સાયલા તાલુકાના ગંગાનગર પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ગંગાનગર પ્રાથમિક શાળાના ધોરણ – ૧ થી ૮ ના ૧૦૫ જેટલાં બાળકોની ચકાસણી કરી. જેમાં વજન ઉંચાઈ સાથે આંખ, કાન, નાક, હૃદય, કૃમિ, ચામડી ના રોગ તથા દાંત જેવા રોગોની ચકાસણી કરવામાં આવી હતી. એનિમીયા ની ખામી જણાતા બાળકોને આર્યન યુક્ત ખોરાક લેવા જણાવેલ હતું. જરૂર જણાતા બાળકોને સ્થળ પર સારવાર આપેલ હતી. દર અઠવાડિયા ના બુધવાર ના દિવસે ૧ આયર્ન ફોલિક એસીડ ની ગોળી લેવા જણાવેલ, અને…
Read Moreધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૮ મી માર્ચેથી તા.૧૨ મી એપ્રિલ સુધી યોજાશે
હિન્દ ન્યુઝ, રાજપીપલા આગામી તા. ૨૮ મી માર્ચથી તા.૧૨ મી એપ્રિલ સુધી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય્– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તેમજ રાજપીપલા શહેર ઉપરાંત તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની…
Read Moreબોટાદ જિલ્લામાં 18 પરીક્ષા કેન્દ્રોના 55 પરીક્ષા સ્થળોએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના 17641 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં માર્ચ-૨૦૨૨ની બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા આગામી તારીખ:-૨૮-૦૩-૨૦૨૨થી તારીખ:-૧૨-૦૪-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. જેના સુચારું આયોજન અને સંચાલન માટે પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં પરીક્ષા શાંતિથી યોજાય તેમજ જિલ્લાના કોઈપણ પરીક્ષા સ્થળોએ ગેરરીતિ ન થાય તે જોવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ છે તેમજ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તેમ પણ જણાવ્યું…
Read More