બોરસદ તાલુકાના દાદપુરા ગામ થી વટાદરા ગામ નો રોડ ખરાબ હોવાથી સ્થાનિકો માટે મોટી સમસ્યા

હિન્દ ન્યૂઝ, આણંદ  બોરસદ તાલુકાના દાદપુરા ગામ થી વટાદરા ગામ ને જોડતો ડામર રોડ 16/8/2016 માં ધારા સભ્ય રાજેન્દ્રસિંહ પરમારે મંજૂર કરેલ હોવાં છતાં આજ સુધી કોઈ કામગીરી થઈ ન હોવાથી સ્થાનિકો એ મોટી સમસ્યા નો સામનો કરવો પડે છે. રિપોર્ટર : વારવોડા સંજય, આણંદ

Read More

રાજકોટ ખાતે ‘રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી’ (R.V.P) દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ               રાજકોટ ખાતે ‘રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી’ (R.V.P.) દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ માં ફક્ત રાજકોટના પદાધિકારીઓ જ હાજર રહી આ મિટિંગ નું કરેલ હતું. આ કાર્યક્રમ નો મુખ્ય એજન્ડા સરકારશ્રી પાસેથી વિકલાંગો ને મળતી સહાય સમયસર મળે તેમજ વિકલાંગોની માંગ સરકારશ્રી પૂરી કરે. આ મુદ્દે પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી તેમજ સરકારશ્રીના નિયમો નું પાલન કરી રાજકોટમાં ગીરીરાજ હોટલ (કાલાવડ રોડ) ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સર્વે પદાધિકારીઓ…

Read More

રાજકોટમાં કોરોનાની મહામારી સામે તકેદારી રાખવા માટે સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું અને માસ્ક પહેરવું ફરજીયાત…….

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટમાં કોરોનાની મહામારી સામે તકેદારી રાખવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવાનું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક લોકોએ આ જાહેરનામાને ઘોળીને પી ગયા હોય તેમ સરાજાહેર માસ્ક પહેરતા નથી. જાહેરનામાનો ભંગ કરનાર આવા કુલ ૬૩ ગુનો નોંધી કાર્યવાહી કરી છે અને દંડ ભરવાની ના પાડતા કલમ 135 મુજબ પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરેલ. આ ઉપરાંત સિક્કાની બીજી બાજુ બહારગામ જઈ ને આવનાર કોરોના ને ઘરે લઈ આવી મહેમાન બનાવાય છે. માસ્ક નહિ પહેરનારા લોકોને રૂપિયા ૧૦૦૦નો દંડ કરે છે આવકાર્ય…

Read More

પાલનપુર ના દાંતીવાડા તાલુકાના સરકારી શાળા ના શિક્ષક સાથે હની ટ્રેપ નો બનાવ

હિન્દ ન્યૂઝ, પાલનપુર, દાંતીવાડા તાલુકા ની સરકારી શાળા માં ફરજ બજાવતા હની ટ્રેપ નો બનાવ બન્યો. જેમાં પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશન મા ફરિયાદ આવી હતી. જેમાં સ્થાનિક ઈસમો એ યુવતી નો શિક્ષક સાથે સમ્પર્ક કરાવી વિશ્વાસ માં લઈ બ્લેમેઇલ કર્યા નો ગુનો દાખલ થયો છે. જેમાં યુવતી ને કાર માં ફરવા લઈ ગયા બાદ પરત ફરતા યુવતી ને ઉલ્ટી થયી હોવાનું જણાવતા પુર્વે આયોજિત કાવતરા છ ઈસમો સ્થળ પર પહોંચી ગયા જેમાં યુવતી બીમાર પડી ત્યાર બાદ દવા પીધી લીધી હોવાનું જણાવી.૭.૫૦ લાખ ની રકમ પડાવી લીધી હોવાનું શિક્ષક એ…

Read More

ડીસા ખાતે સંપૂર્ણ ગ્રુપ કંસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યૂઝ, ડીસા, સમર્પણ ગૃપ કંસારી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં આજે મોટીસંખ્યામાં યુવાનો જોડાયા અને કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ એમ.જે.ચૌધરી, ડીસા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલ, આંજણા કેળવણી મંડળ ના પ્રમુખ પરાગભાઇ માળવી, અખિલ આંજણા ચૌધરી યુવા મંડળ ના પ્રમુખ વેલજીભાઈ જોરાપુરા, ગામના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન રમેશભાઈ ચોધરી, તાલુકા ડેલીકેટ કાશીરામ સુથાર, તાલુકા ડેલીકેટ આનંદભાઈ ચોધરી, સરપંચ જાયતાજી ઠાકોર, ડે.સરપંચ છોટાભાઈ અને ગામના આગેવાનો યુવાનો તેમજ બ્લડ ડોનેટ કરવા આવેલા આજુબાજુના ગામના તમામ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ અને…

Read More

મહુવા ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ……

હિન્દ ન્યૂઝ, મહુવા, તા. 19/09/2020 નાં રોજ મહુવા ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ હતી. જેમાં દિલ્હીથી પધારેલ ભાવનગર જિલ્લા નિરીક્ષક અમિતભાઈ શર્મા નાં નેતૃત્વ હેઠળ ‘ચલો ગાંવ કી ઓર’ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ઉદ્યોગ, રોજગારી અને સૌથી અગત્યનો મુદ્દો ખેડૂત મિત્રોની સમસ્યા વિષે આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પ્રભારી ખુમાનસિંહ પણ મહુવા આમ આદમી પાર્ટી ટીમનાં માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સોમનાથથી જિલ્લા પ્રભારી બાવચંદ ભાલિયા દ્વારા પણ વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સાથે જ મહુવા તાલુકા અને શહેરમાં હોદ્દેદારોની નિમણૂંક પણ કરવામાં આવેલ.…

Read More

કૂતરાઓને રોટલી નાંખવા નીકળતા વીજ કરંટ લાગતા યુવકનું મોત

હિન્દ ન્યૂઝ, વડોદરા, મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સોલાર કંપનીનો કર્મચારી શનિવાર મોડી સાંજે કંપનીની બહાર કૂતરાઓને રોટલી નાંખવા નીકળતા વીજ કરંટ લાગતા મોત થયું હતું. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ખેડકર ફળીયામાં રહેતો વિશાલ દિનેશભાઇ પ્રજાપતિ (28) મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સોલાર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. શનિવાર મોડી સાંજે વિશાલ રાબેતા મુજબ કંપનીના ગેટની બહાર કૂતરાઓને રોટલી નાંખવા માટે ગયો હતો. દરમિયાન કંપનીના ગેટ પાસે આવેલા વીજ થાંભલા ઉપર ઉતરેલ વીજ કરંટ લાગતા તે બેભાન થયો હતો. તે સમયે ઘરે જવા માટે નીકળેલા કંપનીના સુપરવાઇઝરે વિશાલને બેભાન અવસ્થામાં પડેલો જોતા કંપનીના…

Read More

વડોદરામાં ભાજપના કાઉન્સિલરના જન્મ દિવસનો જમાવડો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, ખાનગી કંપનીએ આપેલુ અનાજ વહેંચ્યું

હિન્દ ન્યૂઝ, વડોદરા, રાજ્યભરમાં કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ બેફિકરા બન્યા છે. કોરોના મહામારી વચ્ચે કાર્યક્રમો યોજીને કોરોના સંક્રમણ વધારવાનું કામ કરી રહ્યા છે. વડોદરા શહેરના ભાજપના કાઉન્સિલર મનીષ પગારે જન્મદિવસે કરેલા તાયફામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. અનાજની કીટ લેવા માટે ગરીબ મહિલાઓ ઉમટી પડી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. આ કાર્યક્રમમાં અકોટા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલે પણ હાજર રહ્યા હતા. વડોદરા શહેરના વોર્ડ નં-12ના કાઉન્સિલરનો જન્મદિવસ હોવાથી ગરીબ લોકોને અનાજની કીટના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાઉન્સિલર મનીષ પગારે પોતાના જન્મદિને ખાનગી કંપનીએ આપેલુ…

Read More

વડોદરા ખાતે સત્યનારાયણ કહારની લાશની હત્યાનો ભેદ ઉકેલાયો……

હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરા શહેર નજીક આવેલા દુમાડ અને દેણા ગામને જોડતા રોડ પર વ્યાસેશ્વર મહાદેવ પાસેથી બે દિવસ અગાઉ  વડોદરાના દાંડીયાબજારના મૂળ વતની અને હાલમાં કિશનવાડી વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે બટકો સત્યનારાયણ કહારની લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લોકડાઉન ટાણે વડોદરા સેન્ટ્રલ જેલથી વારસીયા સુધી ખુલ્લી ઓડીમાં રેલી કાઢનાર સૂરજ ઉર્ફે ચુઇની ગેંગના ત્રણ માથાભારે યુવાનોએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે ત્રણેવ હત્યારાઓની ધરપકડ કરી છે. ઝડપાયેલાઓમાં વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા અજય ઉર્ફે ભુરીયો ભુપેન્દ્રભાઇ તડવી, વારસીયા વિસ્તારમાં હરીહર એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશ ઉર્ફે કારો…

Read More

વાવ પોલીસ સ્ટેશનના જુગારધારાના ગુનામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

હિન્દ ન્યૂઝ, થરાદ, IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા, પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ.વદુજી તથા પો.કોન્સ. અમરસિંહ , દશરથ તથા ભરતભાઈ ની ટીમે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે વાવ પોલીસ સ્ટેશન જુગારધારા ના ગુનાનો એક વર્ષથી નાસતો ફરતો આરોપી કાનજીભાઈ પીરાભાઈ જાતે રાજપુત રહે. રાછેણા તા.વાવ વાળો, રછેણા ગામના ત્રણ રસ્તા પર…

Read More