હિન્દ ન્યૂઝ, ડીસા,
સમર્પણ ગૃપ કંસારી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં આજે મોટીસંખ્યામાં યુવાનો જોડાયા અને કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ એમ.જે.ચૌધરી, ડીસા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલ, આંજણા કેળવણી મંડળ ના પ્રમુખ પરાગભાઇ માળવી, અખિલ આંજણા ચૌધરી યુવા મંડળ ના પ્રમુખ વેલજીભાઈ જોરાપુરા, ગામના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન રમેશભાઈ ચોધરી, તાલુકા ડેલીકેટ કાશીરામ સુથાર, તાલુકા ડેલીકેટ આનંદભાઈ ચોધરી, સરપંચ જાયતાજી ઠાકોર, ડે.સરપંચ છોટાભાઈ અને ગામના આગેવાનો યુવાનો તેમજ બ્લડ ડોનેટ કરવા આવેલા આજુબાજુના ગામના તમામ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ થી સન્માનિત કરવામાં આવ્યા અને બ્લડ ડોનેટર ને સીલ્ડ અને સાલ થી સન્માનિત કરવામાં આવ્યા, સમર્પણ ગ્રુપ ના મિત્રો દ્વારા હિરાભાઈ દ્વારા ભોજનની શાનદાર વ્યવસ્થા કરવામાં આવી અને વજાભાઈ, મદદરુપભાઈ, ખેંગારભાઈ,ચૌધરી, રમેશભાઇ પ્રજાપતિ, ભગવાનભાઈ ચૌધરી, ગોરધનભાઈ ચૌધરી તેમજ તમામ મિત્રો ન સાથ સહકાર થી ૧૦૧ બ્લડ ડોનેશન નુ લક્ષ્ય પુર્ણ કર્યુ અને સમર્પણ ગૂપ ના સંયોજક ખેંગારભાઈ ચૌધરી દ્વારા પ્રોગ્રામ મો પધારેલા મહેમાનો અને આવનાર બ્લડ ડોનેશન કેમ્પ માં હાજર રહેલા સૌ મિત્રો નો આભાર સહ અભિનંદન કર્યા.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા