મહુવા ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ……

હિન્દ ન્યૂઝ, મહુવા,

તા. 19/09/2020 નાં રોજ મહુવા ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ હતી. જેમાં દિલ્હીથી પધારેલ ભાવનગર જિલ્લા નિરીક્ષક અમિતભાઈ શર્મા નાં નેતૃત્વ હેઠળ ‘ચલો ગાંવ કી ઓર’ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ઉદ્યોગ, રોજગારી અને સૌથી અગત્યનો મુદ્દો ખેડૂત મિત્રોની સમસ્યા વિષે આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પ્રભારી ખુમાનસિંહ પણ મહુવા આમ આદમી પાર્ટી ટીમનાં માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સોમનાથથી જિલ્લા પ્રભારી બાવચંદ ભાલિયા દ્વારા પણ વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સાથે જ મહુવા તાલુકા અને શહેરમાં હોદ્દેદારોની નિમણૂંક પણ કરવામાં આવેલ. વધુમાં આમ આદમી પાર્ટી મહુવાના મુરબ્બી દ્વારા ભવિષ્યમા આર્થિક સહયોગ પ્રાપ્ત થશે જે બાબતે પાર્ટીનાં તમામ હોદ્દેદારો દ્વારા પ્રવિણભાઈ જેઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો.
1. મહુવા તાલુકા શહેર પ્રભારી અરવિંદભાઈ સોલંકી
2. મહુવા શહેર પ્રમુખ રમેશભાઈ મકવાણા
3. મહુવા તાલુકા ગ્રામ્ય પ્રભારી વિઠ્ઠલભાઇ સોલંકી
4. મહુવા તાલુકા ગ્રામ્ય પ્રમુખ રવજીભાઈ બાંભણિયા
આ સાથે હજુ પણ આગળ અન્ય હોદ્દેદારોની નિમણૂંક આવનાર સમયમાં કરવામાં આવશે.

રિપોર્ટર : વિઠ્ઠલ સોલંકી, મહુવા

Related posts

Leave a Comment