હિન્દ ન્યુઝ, ગાંધીનગર
સુશાસનની દિશામાં ‘ડિજિટલ ગુજરાત’નો વધુ એક નવતર અભિગમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો; સાયન્સ-ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ.
GARC (Gujarat Administrative Reforms Commission)ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે, રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 હાઇ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઇન સરળીકરણ જાહેર; હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ બનશે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ છે : મુખ્યમંત્રી
