હિન્દ ન્યૂઝ, થરાદ, આજ રોજ થરાદ તાલુકા ના ભોરડુ ગામે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર ગત કુલ 70 ડબા વિતરણ તેમજ ફ્રુટ વિતરણ કરવામાં કરવામાં આવ્યા હતા. ડબા ના દાતા સરપંચ જેતસીભાઇ પટેલ અને ફ્રુટ ના દાંતા કાળાંભાઇ સરપંચ હતા. આ વિતરણ ભોરડુ પ્રાથમિક આરોગ્ય ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાનાભાઇ મંત્રી, ગુજરાત રાજ્ય યુવક બોડ થરાદ તાલુકા ના સંયોજક શૈલેષભાઇ ચૌધરી તેમજ હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફ આ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં. રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ
Read MoreDay: September 16, 2020
કાંકરેજ મામલતદાર કચેરીએ આઝાદ હિન્દ સંગઠન કાંકરેજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, કાંકરેજ, બનાસકાંઠા કાંકરેજ તાલુકા મથક શિહોરી મામલતદાર કચેરી ખાતે કાંકરેજ આઝાદ હિન્દ ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માં 6 મુદા ની માંગણી કરવામાં આવી હતી. ગૌ માતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે. સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગૌ હત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે. ગૌચર જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે. સમગ્ર રાજ્ય તથા ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણત્રી કરવામાં આવે. ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે, તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સુધી વધુ લાભ પહોંચાડવા માં આવે. તેમજ રસ્તે રખડતા ગૌ વંશ ની કોઈ…
Read Moreપાલનપુર ના સલ્લા ગ્રામ પંચાયત માં નવા તલાટી ના મૂકતા લોકો પરેશાન
હિન્દ ન્યુઝ, પાલનપુર, પાલનપુર ના સલ્લા ગ્રામ પંચાયત માં તલાટી ની બદલી ટ્રાન્સફર થયું. પરંતુ આ તલાટી ની જગ્યા પર નવા તલાટી ન મૂકતા ગ્રામજનો માં આક્રોશ જોવા મળ્યો છે. ગ્રામજનો દ્વારા ડી.ડી.ઓ અને ટી.ડી.ઓ ને જાણ કરવામાં આવી, પરંતુ લોકો ને ગ્રામ પંચાયત ના દાખલા અને ઉતારા જેવા સરકારી કામ કાજ માટે સહી સિક્કા કરાવવા ગામ ના લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામ લોકો ની એવી રજુઆત છે કે તાત્કાલિક તલાટી ને ચાર્જ સોંપવામાં આવે. વહેલા તે પહેલાં ના ધોરણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા તલાટી…
Read More“ગુજરાતના પનોતા પુત્ર-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી ના બગરૂપે ડભોઇ -દર્ભાવતિ નગરમાં સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન”
હિન્દ ન્યુઝ, ડભોઈ, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી ૧૭મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિન છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ૧૪ -૨૦ સપ્ટેમ્બર સુધી સેવા સેતુ ના કાર્યક્રમો યોજાનાર છે તે અંતર્ગત આજરોજ ડભોઇ- દર્ભાવતિ નગરીના સરદાર ચોક ખાતે ડભોઇ નગર ભાજપા દ્વારા આત્મનિર્ભર ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ બાબતે નગરજનોમાં જાગૃતિ આવે અને દર્ભાવતિ નગર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર ભાજપના અગ્રણીઓ અને નગરજનોએ સંકલ્પ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડભોઇ નગર ભાજપ…
Read Moreદિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખ નું કરવામાં આવ્યુ
હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આજરોજ નવનિમિત્ત દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપ પ્રમુખ અમરબેન ચૌહાણ ને શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદ ના દરેક સભ્યો એ તાલુકા પંચાયત ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, ઉત્તર પ્રાંત કારોબારી સભ્ય ભરતભાઈ અખાણી, મંત્રી દીપેશભાઈ સેવક , સહમંત્રી સી કે શાહ, ખજાનચી મહેશભાઈ ગજ્જર ઉપ પ્રમુખ પ્રદિપ શાહ, ભરતભાઈ જોષી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખે ભારત વિકાસ પરિષદ…
Read Moreદિયોદર માં એક સંતાન ની માતા ગુમ થતા પોલીસ મથકે રજુઆત
હિન્દ ન્યુઝ, દિયોદર, દિયોદર માંથી એક બે વર્ષ ની બાળકી ની માતા બગડી લેવા જવાનું કહી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતા માં મુકાયા છે. જેમાં પરણિત મહિલા ને પરત લાવવા પોલીસ મથક ખાતે રજુઆત કરવામાં આવી છે. રાધનપુર ના ગોસણ ગામે રહેતી રેખાબેન દિનેશભાઇ દેવીપૂજક જે તેની દીકરી ને લઈ રક્ષાબંધન ના દિવસે માતા પિતા ને મળવા દિયોદર ખાતે આવી હતી. જેમાં તા. 21/08/2020 ના રોજ ઘરે થી બજાર માં બગડી લેવા જવાનું કહી ઘરે થી નીકળી હતી. જે મોડી રાત સુધી પરત ના ફરતા પરિવારજનો એ સગા સબધી…
Read Moreલાખણી તાલુકામાં ફરી વરસાદ નું આગમન…….
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા લાખણી તાલુકામાં ફરી વરસાદ નું આગમન છેલ્લા 15 – 20 દિવસ થી વિરામ લીધો હતો. ત્યારે આજે ફરી હવામાન પલોટો મારતા મધ્યમ પવન સાથે લાખણી અસાસણ પથંકમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે આજુ બાજુ ના વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ખેડૂતોમાં આનંદ ની લાગણી જોવા મળી આવી હતી. ગરમીના કારણે ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણ ઠડું થયું. તેમજ પવન સાથે વરસાદ થતાં લોકોમાં આનંદ નો માહોલ જોવા મળ્યો. રિપોર્ટર: ગંગારામ ચૌહાણ, દિયોદર
Read Moreબનાસકાંઠા જિલ્લામાં પૂર્વ મંત્રી શ્રી લીલાધરભાઈ વાઘેલા નુ આજે દુ:ખદ અવસાન…..
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા., બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ મંત્રી શ્રી લીલાધરભાઈ વાઘેલા નુ આજે દુ:ખદ અવસાન થયું છે. ગાંધીનગર ખાતે અંતિમ શ્વાસ છોડ્યા. પાર્થિવ દેહ ને ડીસા લાવ્યાં ના અહેવાલો માં મળ્યા છે. ઠાકોર સમાજ માટે રાજકરણી અને આગેવાન એવા લીલાધર ભાઈ વાઘેલાનાં નિધન થી સમાજને એટલી મોટી ખોટ પડી ગઈ છે કે કદી પુરી ન શકાય. ભગવાન ને ગમ્યું તે ખરું એ સાચું, પણ ભગવાન તેમના પરીવાર ને દુ:ખદ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા
Read Moreજોડિયા ખાતે icds ધટક દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ ની ઊજવણી
હિન્દ ન્યુઝ, જોડિયા, જોડિયા icds ધટક દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ ની ઊજવણી કરવામાં આવી. જેમાં આગણવાડી બહેનો દ્વારા કિશોરીઓ દ્વારા જોખમી સગભૉ માતા ને પોષણ સ્થર સુધારવા માટે તેઓ ના ઘરે પોષણ ના સૂત્ર વારા તોરણ બધવા માં આવ્યા અને સમજૂતી આપવામાં આવી . સાથે જ અતિકૂપોશિત બાળકો ને ધરે પર તોરણ લગાડી ને પોષણ માસ માં પોષણ ની સમજૂતી અપવામાં આવી સાથે જ જોડિયા તાલુકા ના તમામ કેન્દ્રો પર વાનગી નિર્દશન કરવામાં આવ્યું. જેમાં સરકાર દ્વારા આપવામાં આવતી માતૃશક્તિ બાળ શક્તિ પૂર્ણા શક્તિ માંથી જુદી જુદી વાનગી બનાવવા માં આવી.…
Read Moreરાજકોટ શહેરના મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, જેથી રાજકોટ જીલ્લા બેંકના ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાનો મોટો ધડાકો થયો છે. જયેશ રાદડિયા બાદ જીલ્લા સહકારી બેંકના કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ જીલ્લા બેંકના ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે તમામ ૧૪ કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક સાથે ૧૪ કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More