દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખ નું કરવામાં આવ્યુ

હિન્દ ન્યૂઝ, દિયોદર,

દિયોદર ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આજરોજ નવનિમિત્ત દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપ પ્રમુખ અમરબેન ચૌહાણ ને શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદ ના દરેક સભ્યો એ તાલુકા પંચાયત ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, ઉત્તર પ્રાંત કારોબારી સભ્ય ભરતભાઈ અખાણી, મંત્રી દીપેશભાઈ સેવક , સહમંત્રી સી કે શાહ, ખજાનચી મહેશભાઈ ગજ્જર ઉપ પ્રમુખ પ્રદિપ શાહ, ભરતભાઈ જોષી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખે ભારત વિકાસ પરિષદ નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment