દિયોદર માં એક સંતાન ની માતા ગુમ થતા પોલીસ મથકે રજુઆત

હિન્દ ન્યુઝ, દિયોદર,

દિયોદર માંથી એક બે વર્ષ ની બાળકી ની માતા બગડી લેવા જવાનું કહી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતા માં મુકાયા છે. જેમાં પરણિત મહિલા ને પરત લાવવા પોલીસ મથક ખાતે રજુઆત કરવામાં આવી છે. રાધનપુર ના ગોસણ ગામે રહેતી રેખાબેન દિનેશભાઇ દેવીપૂજક જે તેની દીકરી ને લઈ રક્ષાબંધન ના દિવસે માતા પિતા ને મળવા દિયોદર ખાતે આવી હતી. જેમાં તા. 21/08/2020 ના રોજ ઘરે થી બજાર માં બગડી લેવા જવાનું કહી ઘરે થી નીકળી હતી. જે મોડી રાત સુધી પરત ના ફરતા પરિવારજનો એ સગા સબધી માં શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ ભાળ ન મળતા દિયોદર પોલીસ મથક ખાતે રજુઆત કરવામાં આવી છે. આ બાબતે પરિવારજનો એ જણાવેલ કે મારી દીકરી ઘરે થી બગડી લેવા નીકળી હતી. જેમાં તેની દીકરી મૂકી ને નીકળી છે. જે આજદિન સુધી ઘરે પરત ફરેલ નથી. જે અંગે પોલીસ મથક ખાતે લેખિત માં અરજી આપવામાં આવી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment