હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
લાખણી તાલુકામાં ફરી વરસાદ નું આગમન છેલ્લા 15 – 20 દિવસ થી વિરામ લીધો હતો. ત્યારે આજે ફરી હવામાન પલોટો મારતા મધ્યમ પવન સાથે લાખણી અસાસણ પથંકમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે આજુ બાજુ ના વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ખેડૂતોમાં આનંદ ની લાગણી જોવા મળી આવી હતી. ગરમીના કારણે ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણ ઠડું થયું. તેમજ પવન સાથે વરસાદ થતાં લોકોમાં આનંદ નો માહોલ જોવા મળ્યો.
રિપોર્ટર: ગંગારામ ચૌહાણ, દિયોદર