કાંકરેજ મામલતદાર કચેરીએ આઝાદ હિન્દ સંગઠન કાંકરેજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કાંકરેજ,

બનાસકાંઠા કાંકરેજ તાલુકા મથક શિહોરી મામલતદાર કચેરી ખાતે
કાંકરેજ આઝાદ હિન્દ ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માં 6 મુદા ની માંગણી કરવામાં આવી હતી. ગૌ માતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે. સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગૌ હત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે. ગૌચર જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે. સમગ્ર રાજ્ય તથા ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણત્રી કરવામાં આવે. ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે, તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સુધી વધુ લાભ પહોંચાડવા માં આવે. તેમજ રસ્તે રખડતા ગૌ વંશ ની કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવે. સરકાર અમારી જણાવેલ માંગણીઓ વહેલી તકે પુરી કરે એવી અરજ છે. નહિતર લોકમત મુજબ ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્ર આદોલન કરવાની ફરજ પડશે જેની સરકાર એ નોંધ લેવા વિનંતી તેવું કાંકરેજ આઝાદ હિન્દ સંગઠન દ્વારા જણાવ્યું હતું.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment