કોડીનાર, વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કર્યા છે. આ મહામારીથી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે લોકોને સાવચેત રહેવા અને આરોગ્ય સારવાર માટે તેમજ લોકોને કોરોના વાયરસ માંથી બચાવવા અને સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કોડીનારમાં ૬ સ્થળે નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોડીનાર તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ૬ સ્થળે એન્ટીજન કીટ દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં (૧) નગરપાલિકા સંચાલિત બાલમંદિર, નગરપાલિકા ગાર્ડનની બાજુમાં (૨) રા.ના. વાળા…
Read MoreMonth: September 2020
મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નિમણૂંક આપવામાં આવેલ લાયઝન અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે કલેકટર તથા કમીશ્નર દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી
જામનગર, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોવીડ-૧૯ સંકૃમણ અંકુશમાં લાવવા માટેની કાર્યવાહીના ભાગ રૂપે આજ તા. ૧૨/૦૯/૨૦૨૦ ના રોજ માન. કલેકટર તથા કમીશ્નર દ્વારા નવાગામ અર્બન હેલ્થ સેન્ટર તથા ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિમણૂંક આપવામાં આવેલ લાયઝન અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે ડો. પી. એમ. મહેતા ઓડીટરીયમ હોલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ. જેમાં કલેકટર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફ્લુ ઓપીડી વધારી લોકોને સ્થળ પર જ સારવાર આપવા, એન્ટીજન ટેસ્ટ શક્ય તેટલા વધારવા, પોઝિટિવ વ્યક્તિઓને હોમ આઈસોલેટ કરી તેમને દવાઓ, ઉકાળો વગેરે ઘર પર જ પહોંચાડવા જરૂરી…
Read MoreABVP રાજસ્થાન પાલી વિભાગ સંગઠન મંત્રી એ અંબાજી મંદિરમાં દર્શન કર્યા
અંબાજી ૧૨ સપ્ટેમ્બર, લોકડાઉન પછી અનલૉક માં મંદિરઓ ખુલ્લા મુકાયા છે ત્યારે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન પાલી વિભાગ સંગઠન મંત્રી ભવાનીજી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ સુવનસા સહિત ABVP નાં કાર્યકર્તા આજે માઁ અંબે નાં દર્શને આવી પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કરી ભટ્ટજી મહારાજ ની ગાદી પર દર્શન કર્યા હતા, ત્યાર બાદ અંબાજી ABVP નગર મંત્રી અંકિત ખારોલ દ્વારા વિભાગ સંગઠન મંત્રી ભવાનીજી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથજી સુવનસા અને આબુરોડ નગર મંત્રી…
Read Moreસાબરકાંઠા ના ઇડર તાલુકા મા સાંજ ના સમય એ ગાજવીજ સાથે મેગરાજા એ ફરી આગમન કર્યુ
ઇડર, મળતી માહિતિ મુજબ ઇડર તાલુકા ના નદી, નાળા તથા તળાવો ઓવર ફલૉ થઇ ચુક્યા છે. વરસાદ જો વધુ ચાલુ રેહશે તો ઇડર મા આવેલું રાણી તળાવ નુ પાણી ઇડર થી ખેડબ્રહ્મા તરફ જતો હાઈવે પર પાણી ફરી વડે તેવી સંભવના. રિપોટર : અશ્વિન પંડયા, ઇડર
Read Moreવડગામ ના પીરોજપુરા ગામેથી શંકાસ્પદ બાયોડીઝલ ના વેચાણ નો પરદાફાર્શ કરતી છાપી પોલીસ
વડગામ , વડગામ તાલુકા ના છાપી પાસે આવેલા પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર ગુરુવારે એક દુકાન માં શંકાસ્પદ બનાવટી બાયોડીઝલ ના વેચાણ ના નેટવર્ક નો પરદાફાર્શ કરી કુલ રૂ. ૮૭૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છાપી પીએસઆઈ એસ.ડી.ચૌધરી , તેમજ પ્રવીણસિંહ, યાજ્ઞિકભાઈ, મહેન્દ્રભાઈ અને ચેતનસિંહ પેટ્રોલીગ માં હતા, તે દરમિયાન ખાનગી બાતમી મળતા પીરોજપુરા નજીક હાલીમા ફાર્મ નજીક આવેલા શાન કોમ્પ્લેક્ષ માં આવેલ સોનુ એન્ટરપ્રાઇઝ નામ ની દુકાન માં છાપો મારતા દુકાન માંથી કોઈ પણ…
Read Moreનવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની હાજરીમાં આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો
પાટણ, પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને આનંદ પટેલની વિદાય માટે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મહેસૂલી વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આનંદ પટેલે પોતાના ત્રણ વર્ષથી વધુ સમયના પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન લોકભિમુખ વહિવટ થકી લોકચાહના મેળવી હતી. નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમારે આનંદ પટેલને શ્રીફળ અને સાકાર અર્પણ કરી સાલ દ્વારા સન્માન કર્યું હતું અને નવા નિમાયેલ કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીને પુષ્પગુચ્છ…
Read Moreઆગાહી ના પગલે દિયોદર પથક માં મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું
દિયોદર, બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા 10 દિવસ થી વરસાદે વિરામ લીધો હતો ત્યારે આજે એકાએક ફરી હવામાન વિભાગ દ્વારા મધ્યમ પવન સાથે સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવતા દિયોદર પંથક માં આગાહી ના પગલે મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે આજુ બાજુ વિસ્તાર માં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી આવી હતી. ગરમી ના ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણ ઠંડુ થતા અને મધ્યમ પવન સાથે સામાન્ય વરસાદ થતાં નગરજનો એ પણ ઠંડક અનુભવી હતી. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreનેત્રંગ ગામના રસ્તાનું ભારે ધોવાણ,૧-૧ ફુટ ઉંડા ખાડા પડ્યા,
નેત્રંગ પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસતા ચારેય દરફ જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી, છેલ્લા ૧૦ વષૅમાં સૌથી વધુ ૬૫ ઇંચ જેટલો વરસાદ નેત્રંગ તાલુકામાં પડ્યો છે, ભારે વરસાદના પ્રતાપે નેત્રંગ તાલુકામાં રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારથી મારૂતીધામ અને કેલ્વીકુવા ગામને જોડતા રસ્તાનું ભારે ધોવાણ થયું છે, એક-એક ફુટ ઉંડા ખાડા પડી ગયા છે, વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે, તેવા સંજોગોમાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી…
Read Moreકાટેડીયા થી સુરાણા ડામર રોડનું ખાતમુર્હુત કાંકરેજ ધારાસભ્ય નાં હસ્તે કરવામાં આવ્યું
કાંકરેજ, બનાસકાંઠા કાંકરેજ તાલુકાનાં કાંટેડીયા ગામથી સુરણા સુધી ડામર રોડનું કામ ચાર કિલોમીટર સુધી નું 86 લાખ ના ખર્ચે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કિર્તિસિંહ વાધેલા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં pwd વિભાગના અધિકારી હાજર રહ્યાં હતાં. ગામનાં આગેવાનોની હાજરી રહી હતી. જેમાં કાંટેડીયા ગામનાં સરપંચ તથા ઠાકોર વેનાજી દોલાજી તથા ભાવેશભાઈ, ભગુભાઈ, જામભાઈ, શાસ્ત્રી મૂળશંકર (ભીખાલાલ) કાટેડીયા શિવ મંદિર પૂજારી જામપુરી બાપુ, દેસાઈ વાશીભાઈ તથા મોટી સંખ્યા માં ગામજનો હાજર રહ્યાં હતાં. રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ
Read Moreઅંબાજી નજીક સુરપગલા નદીમાં નાહવા પડેલા આબુરોડ ના એક યુવકનુ મોત…
અંબાજી, હિન્દ ન્યુઝ અંબાજી ૧૨ સપ્ટેમ્બર-અંબાજી નજીક નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એકયુવક નુ મોત નિપજ્યુ છે . અંબાજી પાસે સુરપગલા વિસ્તાર માં આવેલી નદી મા આબુ રોડ ના બે યુવકો ન્હાવા પડ્યા હતા. જ્યા ઉંડા પાણી નું અંદાજો ન રહેતા એક યુવક નુ નદી માં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજો મિત્ર ડરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંબાજી થી આબુરોડ માર્ગ પર સુરપગલા વિસ્તાર ની છે. આબુરોડ ના હિના કોલોની મા રહેતા તન્મય મોહનભાઈ ગૌતમ પોતાના મિત્ર સાથે ન્હાવા આવેલ, જ્યા પોતે જાન ગુમાવી છે. નદી મા…
Read More