હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે શેઠ શ્રી મથુરજી પૂંજાજી (લોખડવાળા) ૮ મી પુણ્યતિથિ નિમિતે તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ બનાસકાંઠા ટિમ દ્વારા આયોજિત રક્ત દાન એ મહાદાન ના ભાગરૂપે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગ ના લોકો એ અને ઠાકોર સમાજ ના યુવાનો એ ભાગ લઈ રક્તદાન કર્યું હતું. જેમાં રક્તદાન કરનાર ને પરમ પૂજ્ય શ્રી સદારામબાપુ ની પ્રતિમા અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભરતભાઈ ઠાકોર, પ્રભારી અશોકભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ ચૌધરી, પ્રદીપભાઈ શાહ,…
Read MoreMonth: September 2020
ધાનેરા શહેરમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલ ની બેદરકારી સામે આવી
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી તાલુકા ના ભાકડીયાલ ગામ મા એક મહીલાનું કોથળીનું ઓપેરેશન કરવા માટે ધાનેરા શહેરમાં શ્રદ્ધા હોસ્પિલમાં ગયા હતા ત્યારે ડોકટરની બેદરકારી ને કારણે એકવાર ઓપેરેશન ફેલ થતા બીજી વાર ઓપરેશન કરતા ભાકડીયાલ ગામની મહિલા જવરીબેન ઠાકોરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ, ત્યારે પરિવારજનાએ આક્ષેપ લગાવ્યો હતો ત્યારે ડોક્ટરની બેદરકારી કારણે મહિલાનું મોત થયું છે, ત્યારે લોકોના ટોળા હોસ્પિટલ માં ઉમટી આયા હતા. ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પોકી ગઈ હતી. મામલો ઠાળે પાડ્યો હતો અને ધાનેરા પંથકમાં ભારે રોષ ફેલાયો હતો. રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર
Read Moreસુજલા સુફલામ્ કાચી કેનાલ માં ફરી પાણી છોડવાં થી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગામડામાંથી જસાલી સોની નવાપુરા જલોઢાથી લાખણી પસાર થતી સુજલા સુફલામ્ કાચી કેનાલ માં ફરી પાણી છોડવાં થી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જેમાં ખેડૂતોએ સુજલામ સુફલામ્ કાચી કેનાલમા સતત પાણી ચાલુ રાખવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ અત્યારે ઊંડા જઇ રહેલા પાણી ના તળને રોકી શકાય બાકી તો કેનાલ બન્યાને કેટલાં વર્ષો વીતી ગયાં છે. છતાં પણ પાણીના તળ દિવસે ને દિવસે ઉંડા જઇ રહ્યા છે. જેથી ખેડૂતોની આવક સામે ખર્ચો વધી રહ્યો છે. જેમાં ખેડૂતોએ માગ કરી રહ્યા છે. કાયમી માટે તેમાં પાણી…
Read Moreજિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ એમ્યુલન્સ વાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન
હિન્દ ન્યૂઝ, રાજપીપલા, આરોગ્યની સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ અનવ્યે રૂા.૧૦,૪૩,૩૪૩/- ના લાખના ખર્ચેની એમ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે જેનું ગઇકાલે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત, બોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર સુશ્રી મનીષાબેન વસાવા સહિત આરોગ્ય કર્મીઓની…
Read Moreરાજકોટ ખાતે રૈયાધાર ચોકડી પાસેથી એક ઈસમને વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાડતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન.
હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સંયુક્ત પોલીસ કમિશનર ખુરસીદ એહમદની સુચનાથી દારૂ જુગારની પ્રવૃતિ નિસ્તો નાબુદ કરવા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકતના આધારે રૈયાધાર ચોકડી વિસ્તારમાંથી સંજયભાઈ ભીખુભાઈ શીયારને વિદેશીદારૂની રૂ.૮ હજારની કિંમતની ૮૦ બોટલ સાથે ઝડપી લીધો હતો. આરોપી અગાઉ જામનગર જીલ્લામાં તથા D.C.B પો.સ્ટે. તથા ગાંધીગ્રામ પો.સ્ટે. પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ છે. ગાંધીગ્રામ પોલીસ આર.એસ.ઠાકર, બી.જી.ડાંગર, ડી.વી.બાલાસરા જુવાનસિંહ ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, રવિભાઈ ગઢવી, દિપકભાઇ ચૌહાણ, પોલીસે પ્રોહિબીશનનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર,…
Read Moreરાજકોટ શહેર લાલબહાદુર સ્કૂલ પાસેથી એક વર્ષના બાળકનું અપહરણ કરનાર જામનગરના દંપતી અને ૨ લાખની સોપારી આપનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી છે.
હિન્દ ન્યુસ, રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસે ગુમશુદા બાળકોને શોધી કાઢવા રાજ્ય સરકારની સૂચનાથી અપહરણ બાળકોના કેસમાં સઘન તપાસ હાથ ધરી છે. દોઢ વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાન નજીક લાલબહાદુર સ્કૂલ પાસેથી એક વર્ષના બાળકનું અપહરણ કરનાર જામનગરના દંપતી અને ૨ લાખની સોપારી આપનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગરના પૂર્વ પતિને જમીન વેચી હોય તેના ૨ કરોડ રૂપિયા આવ્યા હોય. જેથી લાલચ જાગતા આ બાળકનું અપહરણ કરાવી તેને તેનો દીકરો બનાવી ફરીથી લગ્ન કરી લીધા હતા. અને જામનગર કોર્પોરેશનમાં…
Read Moreદિયોદર ના જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા ના રાટીલા જિલ્લા પંચાયત ની સીટ પર આજરોજ જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વૃક્ષો વાવી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સદસ્ય હસમુખભાઈ પટેલ, સીટ ના ઇન્ચાર્જ ઈશ્વરભાઈ પટેલ, શક્તિ પીઠ પ્રમુખ બાબુભાઇ માળી તથા મૂળરાજસિંહ વાઘેલા વગેરે ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreદિયોદર તાલુકા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ
હિન્દ ન્યુઝ, દિયોદર સેવા સપ્તાહ અંતગ્રત વર્તમાન સમય માં કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે દિયોદર તાલુકા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આજરોજ દિયોદર, દેલવાડા, લુદરા, સુરાણા, જાડા, ચગવાડા જેવા અનેક ગામો માં આયુર્વેદિક ઉકાળો તેમજ હોમીઓપેથીક દવાનું સ્વંય સેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સ્વંય સેવકો મોટી સંખ્યા માં જોડાયા હતા. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreસરકારી કર્મચારીઓએ વર્કપ્લેસ ખાતે કોવીડ-૧૯ બાબતે રાખવાની સાવધાનીનું ચુસ્ત પાલન કરવા કલેક્ટરની સૂચના
હિન્દ ન્યૂઝ, દાહોદ, તા. ૧૯, દાહોદમાં છેલ્લા દસેક દિવસમાં કોરોનાના કેસોમાં સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થયા હોય કોવીડ-૧૯ સંદર્ભે ઓફિસ-કાર્યક્ષેત્ર ખાતે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક સરકારી કચેરી ખાતે કોરોના સંક્રમણને ટાળવા માટે એક નોડલ ઓફીસરની નિમણુંક કરવાની રહેશે જેઓએ આ જવાબદારી સુપેરે નિભાવવાની રહેશે. કચેરીના પ્રવેશદ્વાર પર ફરજીયાત સેનેટાઇઝરથી હાથ સાફ કરવા અને થર્મલગનથી શરીરનું તાપમાન માપવું અને પલ્સઓક્સીમીટર પણ સાથે રાખવું. ફક્ત ચિન્હો વગરના એટલે કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ ના હોય તેવા કર્મચારીઓ-મુલાકાતીઓને જ પ્રવેશ આપવો.…
Read Moreથરાદ ડીસા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં બે રાહદારીઓને થઈ ગંભીર ઈજા
હિન્દ ન્યૂઝ, થરાદ, અકસ્માત સર્જાવાના બનાવોનો સિલસિલો અકબંધ રહેતા અકસ્માતના બનાવો રોજબરોજ વધી રહ્યા હોઈ થરાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે, ત્યારે થરાદ ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપ ડાલાએ બે રાહદારીઓને ટક્કર મારતા રાહદારીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થરાદ તાલુકાના મોટીપાવડ ગામના બે ઈસમોને પીકઅપ ડાલાએ ટક્કર મારતા બે રાહદારીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાઈ હતી. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read More