હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે હેતુથી ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
આજે જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચની ચકાસણી માટે નિયુક્ત અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું.
તાલીમ દરમિયાન કલેક્ટરએ ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ પર દેખરેખ રાખવાની જવાબદારીને અત્યંત મહત્વની ગણાવી હતી અને ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ સચોટ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું.
આ સત્રમાં વિવિધ સ્તરની ચૂંટણીઓ માટે ખર્ચની મર્યાદા, રોકડ વ્યવહારોની નોંધણી, સત્તાવાર અને વાસ્તવિક ખર્ચની ચકાસણીની પદ્ધતિઓ તેમજ આદર્શ આચારસંહિતાના અમલીકરણ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી.
