હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આજરોજ કુડાસણ ખાતે ખેડૂતો દ્વારા પોતાની પ્રાકૃતિક ખેતપેદાશો સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતપેદાશ સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જ્યાં આજરોજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરશ્રી મેહુલ કે. દવે દ્વારા વેચાણકેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો અને ગાંધીનગર શહેરના રહેવાસીઓને આ પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર ખાતેથી રસાયણ અને ઝેરમુક્ત શાકભાજી, ફળ, અનાજ અને કઠોડ ખરીદવા જાહેર અપીલ કરવામાં આવી. અને પોતાના પરીવારને સ્વસ્થજીવન સુનિશ્ચિત કરવા જાગૃત કરવામાં આવ્યા.
વધુમાં આ વેચાણકેન્દ્ર ઉપલબ્ધ થવાથી ખેડૂતો અને ગ્રાહકોનો પ્રતિભાવ જાણ્યો તથા તેઓએ પ્રસ્તુત આયોજન બાબતે જિલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી.
