મધમાખી પાલનનો વ્યવસાય એ લોકોના વિશ્વાસ સાથે સંકળાયેલ વ્યવસાય: આ.કૃ.યુ. કુલપતિ ડૉ કે. બી. કથીરિયા

હિન્દ ન્યુઝ, આણંદ

         રાજ્યના બાગાયત વિભાગ,આ.કૃ.યુ. પ્રસાર શિક્ષણ ભવન તથા KVIC ના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સીટીની બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડીટોરીયમ હોલ ખાતે મધમાખી પાલન સાથે સંકળાયેલ મધપાલકો માટે “મધમાખી પાલન: એક ઉભરતો વ્યવસાય” વિષયક રાજ્યકક્ષાનો પરિસંવાદનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ કે બી કથીરિયાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં અધ્યક્ષપદેથી કુલપતી ડૉ કે.બી.કથીરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૬માં સ્વીટ રીવોલ્યુશન શરૂઆત કરવામાં આવી તેના અનુંસંધાને મધમાખી પાલન થકી મધ ઉત્પાદન માટેનો નવો વ્યવસાય ઉદભવ્યો છે.મધ ઉત્પાદન મિશન મોડ પર શરૂઆત કરવામાં આવી છે.જેમાં ખેડૂતો માટે સૌથી મોટો ફાયદો એ છે કે પરાગનયનને કારણે ખેત ઉત્પાદન પણ વધારે આવે છે,તેમ કુલપતિએ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે મધની ઔષધિય મહત્વ પણ જણાવ્યું હતું. મધનો આઈસ્ક્રીમ કે અન્ય વેલ્યુ એડેડ પ્રોડક્ટમાં ઉપયોગ થાય છે.સાઈન્ટીફિક રીતે જોવા જઈએ તો ગુજરાત દેશમાં સૌથી વધુ મધ ઉત્પાદન થઈ રહ્યું તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું છે.વધુમાં તેમણે યુનિવર્સીટી કક્ષાએ દર વર્ષે ૨૦૦૦ થી ૨૫૦૦ કિ.ગ્રા જેટલું મધ ઉત્પાદન કરવામાં આવે છે તેની પધ્ધતિ વિશેની વિસ્તૃત વિગતો પણ કુલપતિએ જણાવી હતી.

વધુમાં તેમણે પ્રાકૃતિક પધ્ધતિથી થતા પાક આધારીત મધ ઉત્પાદન કરવાની હિમાયત કરી હતી.જેને કારણે આ ઉત્પાદનની આંતરાષ્ટ્રીય કક્ષાએ ભારે માંગ હોવાના કારણે પોષણક્ષમ ભાવ પણ મળી રહે છે.તેમ તેમણે મધપાલકોને જણાવ્યું હતું.

મધમાખી પાલનનો વ્યવસાય એ લોકોના વિશ્વાસ સાથે સંકળાયેલ વ્યવસાય છે.આથી મધપાલકોને નિષ્ઠાપૂર્વકનો વ્યવસાય કરવા પણ કુલપતિએ અનુરોધ કર્યો હતો.

આ પરિસંવાદમાં KVICના ડાયરેકટરશ્રી સંજય હેડાઉએ પ્રવચનમાં કહ્યું કે, મધમાખી વ્યવસાય ને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજન થકી મધમાખી પાલકોને મહત્તમ લાભ થાય તેમ તેમણે જણાવ્યું હતું. તથા બાગાયત નિયામકશ્રી સી એમ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોદનમાં જણાવ્યું કે જેમ ફળો અને શાકભાજી તેમજ અન્ય પાકોમાં વધારો થયો છે તેમ મધ અને મધના ઉત્પાદનો વધે તે જરૂરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ પણ મધમાખી પાલન પરના પરિસંવાદમાં સહભાગી થઈને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા મધમાખી પાલન નામની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતુ.

આ પરિસંવાદમાં નાયર બાગાયત નિયામકશ્રી ડૉ એસ એસ પીલ્લાઈએ સ્વાગત પ્રવચન કરીને પરીસંવાદનો ઉદેશ્ય સમજાવ્યો હતો.તથા આભારવિધી ગાંધીનગરના નાયબ બાગાયત નિયામકશ્રી ફારુક પંજ દ્વારા કરવામાં આવી હતી.

આ પરિસંવાદમાં ગુજરાતમાં મધમાખી પાલનની શક્યતાઓ,મધમાખી પાલનમાં અમૂલ એક સફળ મોડલ, મધમાખી જુદી જુદી જાતો અને તેનું મહત્વ,રાજ્ય,દેશ તથા દુનિયામાં મધમાખી પાલનની સ્થિતિ,મધ અને તેની ઉપપેદાશોની વેચાણ વ્યવસ્થાને વગેરે જેવા વિષયો પર વક્તવ્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંયુક્ત બાગાયત નિયામક સર્વ જે આર પટેલ, ડૉ જે એમ તુવાર સહીત બાગાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મધમાખી પાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment