ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

          ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા કુલ ૩૪ સ્થળોને ઈન્સ્ટોલેશન રેડ ઝોન/યેલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ તમામ સ્થળોએ પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 આ જાહેરનામા અનુસારજિલ્લાના રેડ ઝોનગ્રીન ઝોન અને યેલ્લો ઝોનમાં મૂકવામાં આવેલા કુલ ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ન થાય તે અનુસાર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.

આ સ્થળોમાં સોમનાથ મંદિરભાલકા મંદિરસ્પેશ્યિલ બ્યૂરો ઓફિસ (સુત્રાપાડા)કોસ્ટગાર્ડ સ્ટેશન(વેરાવળ)વેરાવળ-તાલાલા-ઉના સબ જેલવેરાવળ-ઉના જિલ્લા ન્યાયાલયકલેક્ટર ઓફિસ(ઈણાજ)જિલ્લા પોલીસવડાની કચેરીવેરાવળ અને છારા બંદરવેરાવળ-પ્રભાસપાટણ ૬૬ કે.વી. સબસ્ટેશનકંસારી-ટિંબડી ૨૨૦ કે.વી. સબસ્ટેશન૧૩૨ કે.વી.સબસ્ટેશન તાલાલાવેરાવળ રેલવે સ્ટેશનબસ સ્ટેશનસિવિલ હોસ્પિટલલાઈટ હાઉસમાઈક્રોવેવ ટાવરઈન્ડિયન રેયોન ઉદ્યોગવોટર ટેન્કલોકોશેડતાલાલા હિરણ ડેમ-૨નવાબંદર લાઈટ હાઉસમાઈક્રોવેવ ટાવર ઉનાઅંબુજા સિમેન્ટ કોડિનારસિદ્ધિ સિમેન્ટ સૂત્રાપાડાજી.એચ.સી.એલ. સુત્રાપાડાઉના બ્રિજ નં.૩૪૦ સહિતના સ્થળનો સમાવેશ થાય છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment