હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વગેરેના ખર્ચ સરળતાથી પડી શકે તથા ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજુર થઈ આવતી ગ્રાંટ લેપ્સ જવાનો પ્રશ્ન ઉદભવે નહીં, તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલીયાએ તેમને મળેલ સત્તાની રૂઈએ છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જિલ્લા તિજોરી કચેરીને તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી ચાલુ રાખવા હુકમ કર્યો છે.
આ હુકમ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, છોટાઉદેપુર શાખા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સંખેડા શાખા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નસવાડી શાખા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જેતપુર પાવી શાખા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બોડેલી શાખા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, કવાંટ શાખા, તથા બેંક ઓફ બરોડા, લિક બેંક તેમજ છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ, જિલ્લા તિજોરી કચેરી, છોટાઉદેપુર તથા તમામ પેટા તિજોરી કચેરીઓ સરકારી બીલો/ચેકોની લેવડ-દેવડ માટે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી ચાલુ રાખવાની રહેશે.