ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેરજનતાની ફરિયાદોના નિવારણ માટે જિલ્લાકક્ષાની ફરિયાદ સમિતિની રચના કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ભારતના ચૂંટણીપંચના તા.૨૯/૦૫/૨૦૧૫ના હુકમથી ચૂંટણીપ્રક્રિયા દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડ તથાં સ્થાઈ દેખરેખ ટૂકડીઓ દ્વારા રોકડ રકમ કે અન્ય વસ્તુઓ જપ્ત કરવા કે મુક્ત કરવા માટેની કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવેલી છે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર જનતા તેમજ સાચી વ્યક્તિઓને કોઈ અગવડ ન પડે તે માટે તથા તેમની ફરિયાદોના નિવારણ માટે જિલ્લાકક્ષાએ જિલ્લા ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં કન્વીનર તરીકે ખર્ચ અંકુશના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર (મો.નં-૯૯૭૮૪૦૬૪૯૫), તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી (૯૯૭૮૮૮૫૨૭૧) તથા ઈન્ચાર્જ જિલ્લા તિજોરી અધિકારી મિતાબહેન સોંડાગર (૭૦૧૬૩૨૯૫૯૩)ની નિમણૂક કરવામાં આવી છે.

Related posts

Leave a Comment