અતિભારે વરસાદ અને પૂરથી નુકસાનગ્રસ્ત આંબાવાડીના પુનઃસ્થાપન અને આંબાના ઝાડને પુનઃજીવિત કરવા ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ આપી

હિન્દ ન્યુઝ, વલસાડ            જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નાયબ બાગાયત નિયામકની કચેરી – વલસાડ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એંડ મેંગો, ચણવઇ ખાતે વલસાડ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ તાલીમ યોજાઇ હતી. જેનો મુખ્ય આશય ખેડૂતોને આંબાવાડીઓને વૈજ્ઞાનિક પદ્વતિએ પુનઃ સ્થાપન હતો. ઉલ્લેખનિયછે કે, તાજેતરમાં તા. ૨૨/૦૭/૨૦૨૬ અને તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ અતિ ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉભી થઇ હતી, જેના કારણે જિલ્લાની નદીઓ, કોતર અને ખાડી વિસ્તારમાં આવેલ ખેડૂતોની આંબાવાડીઓને નુકશાન થયું હતું.            જિલ્લા વિકાસ અધિકારી…

Read More

  નારી વંદન ઉત્સવ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, વલસાડ         મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની પ્રેરણા અનુસાર આયોજિત “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત – વલસાડ દ્વારા આરોગ્ય શાખા હોલ, જૂની મેડિકલ કોલેજ બિલ્ડિંગ, નાનકવાડા, વલસાડ ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ સંમેલન યોજાયું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી (WCO) શ્વેતા આર. દેસાઈદ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી, ઉમરગામ દ્વારા PCPNDT Act અંતર્ગત પ્રસૂતિ પૂર્વ લિંગ નિર્ધારણ પ્રતિબંધ અને…

Read More

PM-KUSUM યોજનાથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ; 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપ થકી આદિવાસી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

હિન્દ ન્યુઝ, નર્મદા     નર્મદા જિલ્લાના અંતરિયાળ, ઇકો-સેન્સિટિવ વિસ્તાર અને શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં PM-KUSUM યોજના હેઠળ ₹618.41 કરોડના ખર્ચે 14,989 સોલાર પંપ ફાળવીને સિંચાઈ ક્ષેત્રે વ્યાપક પરિવર્તન આવ્યું; આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 ટકા સહાય ઉપલબ્ધ કરાવાતાં આદિવાસી ખેડૂતો પર કોઈ આર્થિક ભારણ રહ્યાં વિના ડીઝલમુક્ત અને ચોમાસા આધારિત ખેતીમાંથી બારેમાસ સિંચાઈ સુનિશ્ચિત થઈ ઓફ-ગ્રીડ સોલાર પંપના કારણે પર્યાવરણ અને વન્યજીવોની જાળવણી સાથે વર્ષમાં ત્રણેય ઋતુમાં પાક લેવો શક્ય બન્યો છે. જેનાથી ગામડાંઓમાં જ રોજગારી મળતાં આદિવાસી પરિવારોનું સ્થળાંતર અટકવાની સાથે પશુપાલન તેમજ કૃષિ આવકમાં નોંધપાત્ર…

Read More

ગુજરાત ફ્લડ કંટ્રોલ સેલ: સચોટ માહિતી, ઝડપી સંકલન અને ત્વરિત કામગીરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગુજરાતમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જળાશયોમાં પાણીની આવક-જાવક પર સુચારુ દેખરેખ રાખવા માટે જળ સંપત્તિ વિભાગ હસ્તકનું મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ ટૅકનોલોજીથી સુસજ્જ બન્યું. રાજ્યના 207 જળાશયોના જળસ્તર, પાણીની આવક-જાવક અને વરસાદી આંકડા પર રિઅલ-ટાઇમ મોનિટરિંગ; 413 વાયરલેસ સેટ, 14 સેટેલાઇટ ફોન, 12 ડેડિકેટેડ હોટલાઇન કનેક્શનની મદદથી સતત સંકલન ચોમાસા પૂર્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટેલિફોન ડિરેક્ટરી અદ્યતન કરી Reservoir Data Management System https://wrd-dam.gujarat.gov.in/index.php પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે; ચોમાસા દરમિયાન 01 જૂનથી 31 ઓક્ટોબર સુધી મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર સહિત રાજ્યના…

Read More

નર્મદા જિલ્લામાં ભારે વરસાદના વિરામ બાદ માર્ગોની મરામત

હિન્દ ન્યુઝ, નર્મદા     ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા માર્ગોને પુનઃ કાર્યરત કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. કેવડિયા–તણખલા માર્ગ પર ત્રણ સ્થળોએ ડાયવર્ઝન રિપેરીંગની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર સુચારુ રીતે શરૂ કરવામાં આવ્યો છે. બાકીના સ્થળોએ પણ વહેલી તકે રસ્તાઓ ખુલ્લા કરવા મશીનરી અને માનવબળ સાથે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

Read More

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 69 મિ.મી. વરસાદ નોંધાયો 

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આજે સવારે 6:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના પડધરીમાં 38 મિ.મી., વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં 33 મિ.મી., અરવલ્લીના મોડાસામાં 31 મિ.મી. અને કચ્છના મુન્દ્રામાં 27 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ધરણીધર વિસ્તારમાં 25 મિ.મી., જ્યારે સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ શહેરમાં 23-23 મિ.મી. વરસાદ નોંધાયો છે.

Read More

“નારી વંદન ઉત્સવ ઉજવણી ” અંતર્ગત વઘઇ ખાતે ૪ ઓગસ્ટના રોજ મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ     “નારી વંદન ઉત્સવ ઉજવણી” અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિતે, ડાંગ જિલ્લાની મહિલાઓને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૪/૮/૨૦૨૬ (મંગળવાર) સમય-સવારે ૧૦-૩૦ કલાકે, વસુધારા ડેરી, દુધ શીત કેન્દ્ર, વઘઇ ખાતે મહિલા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામા આવેલ છે.  આ ભરતી મેળામાં ધોરણ ૧૦,૧૨ પાસ, આઇ.ટી.આઇ, ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં…

Read More

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા ધાનપુર તાલુકાના રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલી સ્ટાફ મિટિંગમાં હાજરી આપી આરોગ્ય સેવાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિ, સેવા ગુણવત્તા, સમયસર કામગીરી તેમજ દર્દીઓને વધુ સારી અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. ઉદય ટીલાવત દ્વારા આશા વર્કરો સાથે સંવાદ યોજાયો હતો. સંવાદ દરમિયાન આશા વર્કરો દ્વારા…

Read More

ખુલ્લામાં થૂંકવાની આદત છોડો, ટીબી-મુક્ત ભારત અભિયાનને સફળ બનાવો : આરોગ્ય વિભાગની અપીલ

હિન્દ ન્યુઝ, દાહોદ     ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નેશનલ હેલ્થ મિશન દ્વારા “ટીબી-મુક્ત ભારત અભિયાન” અંતર્ગત નાગરિકોને ખુલ્લામાં થૂંકવાની આદત છોડવા અપીલ કરવામાં આવી છે.  ખુલ્લામાં થૂંકવાથી ટીબીના જીવાણુઓ હવામાં ફેલાઈ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવાનું જોખમ વધે છે, જેના કારણે પરિવાર તેમજ સમાજના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, ટીબી એક ચેપી પરંતુ સંપૂર્ણપણે સારવારયોગ્ય રોગ છે. સમયસર તપાસ અને નિયમિત સારવારની સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી અને ખુલ્લામાં થૂંકવાનું ટાળવું એ ટીબીના નિયંત્રણ માટે અત્યંત જરૂરી છે. નાગરિકોને અપીલ…

Read More

ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી

હિન્દ ન્યુઝ, દાહોદ    ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી કરવામાં આવી છે.  સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર દ્વારા ૬ બસોને ફલેગ ઓફ કરીને શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન (I.A.S.), દાહોદ ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા તેમજ ગોધરા S.T. ડિવિઝનના D.C. યોગેશ પટેલ હાજર રહ્યા હતા.  સરકારનીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી આ બસોમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને સરકારી શાળાઓ ખાતે અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પાસ મેળવી મફતમાં અપડાઉન કરી શકશે.  આ થકી…

Read More