હિન્દ ન્યુઝ, દાહોદ
ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી કરવામાં આવી છે.
સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર દ્વારા ૬ બસોને ફલેગ ઓફ કરીને શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન (I.A.S.), દાહોદ ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા તેમજ ગોધરા S.T. ડિવિઝનના D.C. યોગેશ પટેલ હાજર રહ્યા હતા.
સરકારનીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી આ બસોમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને સરકારી શાળાઓ ખાતે અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પાસ મેળવી મફતમાં અપડાઉન કરી શકશે.
આ થકી જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં નોંધપાત્ર વધારો થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રથમ તબક્કામાં પણ દાહોદ જિલ્લાને કુલ ૧૭ જેટલી બસોની ફાળવણી કરવામાં આવી હતી.
