હિન્દ ન્યુઝ, ગાંધીનગર વર્ષ 2025 દરમિયાન રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા અનુક્રમે 1,670 અને 12,920 કેસના નિકાલ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન દ્વારા 22,700થી વધુ લોકોને માર્ગદર્શન મળ્યું. રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન પોર્ટલ ઈ જાગૃતિ અને 1915 હેલ્પલાઈન ઉપરાંત, રાજ્ય સ્તરે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે રાજ્ય સરકારનો હેલ્પ લાઇન નંબર 14437 કાર્યરત. આ વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2026ની ઉજવણી “સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્સ્યુમર્સ” થીમ હેઠળ કરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોમાં ગ્રાહક તરીકેની જાગૃતિ વધે, રાજ્યનું યુવાધન ગ્રાહક સુરક્ષા…
Read MoreMonth: March 2026
બારડોલી ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, બારડોલી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે બારડોલી સ્થિત પ્રજાપતિ સમાજની વાડી, ગાંધી રોડ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે તા.પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં પોષણ પ્રદાન મિલેટસ ધાન્યોના ઉપયોગ માટેની જાગૃતતા વધારવા તથા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ગાય આધારિત ખેતી તરફ વાળવાના ઉદ્દેશથી ખેડૂતોને કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા ખેડૂતોને નવીન માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. વિશેષત: બારડોલી તાલુકાના ૫૪૬૩ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સન્માન…
Read Moreદલિત મહિલા સફાઈ કર્મચારીને કાલાવડ ભાજપ કોર્પોરેટર અને બે વેપારીઓ દ્વારા અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ !!!
હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ઉષાબેન જયસુખભાઈ વાઘેલાના ઓને કાલાવડ વોર્ડ નંબર 4 ના ભાજપ કોર્પોરેટર જયેશભાઈ વિરાણી, કાળુભાઈ પાનવાળા અને જગાભાઈ દ્વારા અવર નવર તેઓના વિસ્તારમાં સફાઈ કામ અંગે સરાજાહેર અપશબ્દો બોલી અને ખોટી ધાક ધમકીઓ આપી દલિત સમાજની મહિલાને માનસિક ત્રાસ આપવાના પગલે ગતરોજ ઉષાબેન વાઘેલાએ કાલાવડ ભાજપના કોર્પોરેટર જયેશ વિરાણી, કાળુભાઈ પાનવાળા અને જગાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે કાલાવડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે!!! કાલાવડ ભાજપના એક પુર્વ પ્રમુખ જે પોતે હિન્દુ સંગઠનો ના પ્રખર કાર્યકર હતા એવું…
Read Moreકાલાવડ ભાજપનો આંતરિક વિખવાદ: શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસરીયો ગઢ કાંગરે રઝળશે?
હિન્દ ન્યુઝ, કાલાવડ ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે. ખાસ કરીને પાટીદાર અને જૈન નેતાઓ વચ્ચેના મનભેદ પક્ષની ‘નાવડી’ ડુબાડે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. કાલાવડ ભાજપના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો અણબનાવ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આ વિવાદને કારણે ભાજપમાં બે સ્પષ્ટ જૂથો (ટીમ) પડી ગઈ છે. …
Read Moreકાલાવડના પત્રકારોની અવગણના કોના ઈશારે? મીડિયા જગતમાં ભારે રોષ
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલમાં જામનગર અને દ્વારકા જિલ્લાના મીડિયા કર્મીઓ માટે નવી દિલ્હી ખાતે “સંસદ ભવન અને સંવિધાન સદન”ની મુલાકાતનો એક વિશેષ પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકાના અમુક પાયાના પત્રકારોને નિમંત્રણ ન પાઠવી તેમની ઘોર અવગણના કરવામાં આવતા સ્થાનિક મીડિયા આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ દ્વારા આયોજિત આ પ્રવાસમાં બંને જિલ્લાના લગભગ તમામ તાલુકાના પ્રતિનિધિઓને સ્થાન મળ્યું હતું, પરંતુ કાલાવડના વર્ષોથી કાર્યરત પત્રકારોને યાદીમાંથી બાકાત રાખવામાં આવતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા…
Read Moreકાલાવડમાં ભાજપના કોર્પોરેટરનો ‘કાંડ’
હિન્દ ન્યુઝ, કાલાવડ નશામાં ધૂત થઈ શિક્ષિકાને અભદ્ર ફોન કર્યાની ચર્ચાએ જોર પકડ્યું જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભાજપના એક કોર્પોરેટરની કરતૂતોને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. દારૂના નશામાં ધૂત થઈને એક પ્રતિષ્ઠિત શિક્ષિકાને રાત્રિના સમયે વારંવાર ફોન કરી અભદ્ર ભાષામાં વાત કરવાના મામલે ભારે હોબાળો મચ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ શાસક પક્ષના નેતાનો આ પ્રકારનો કથિત વ્યવહાર પક્ષ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? મળતી વિગતો અનુસાર, કાલાવડ ભાજપના એક કોર્પોરેટર દ્વારા રાત્રિના સમયે દારૂના નશામાં…
Read More🚨 વડોદરા જિલ્લામાં ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી સામે જિલ્લા તંત્રના કડક પગલાં
હિન્દ ન્યુઝ, વડોદરા 🔍 પુરવઠા વિભાગની ૧૪ ટીમોએ વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી. ન્યૂ વીઆઇપી વિસ્તારમાં અનધિકૃત રીતે સંગ્રહ કરનાર એક એજન્ટ પાસેથી ૫ કમર્શિયલ અને ૨૪ ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. 🏫 સાથે જ છેલ્લા ૨ દિવસમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને આશ્રમોને કુલ ૨૭૮ એલપીજી સિલિન્ડર પુરા પાડવામાં આવ્યા. 📢 જિલ્લા તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી ગભરાટ ન ફેલાવવાની અપીલ કરી છે.
Read Moreદંડકારણ્યની પાવન ધરા ડાંગ બની હનુમાનમય
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતના ૧૪માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજથી બે દિવસીય દંડકારણ્યની પાવન ધરા ડાંગ જિલ્લાના મહેમાન બન્યા છે, ત્યારે આ બે દિવસ દરમિયાન તેઓના વરદ હસ્તે કુલ ૮ હનુમાન મંદિરોનો ૨૫મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્યો છે. ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે શનિવારે આહવા તાલુકામાં આવેલા કુલ ૬ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ૩૧૧ મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા અને હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક પી.પી.સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા…
Read Moreસુરત શહેર-જિલ્લામાં એલ.પી.જી. ગેસનો પૂરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રની અપીલ
હિન્દ ન્યુઝ, સુરત મધ્યપૂર્વના દેશોમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ તથા એસોજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં એલ.પી.જી.ગેસના જથ્થાની…
Read Moreઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની ગૌરવયાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું
હિન્દ ન્યુઝ, નવી દિલ્હી નવી દિલ્હી ખાતે આયોજિત MRO Xpo India 2026માં ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ’થી સન્માનિત કરાયું. આ એવોર્ડ ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીનતા અને ઉદ્યોગ સહયોગ વધારવા માટેની ગુજરાત સરકારની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો. ગુજરાત તેની પ્રગતિશીલ નીતિઓ અને વ્યૂહાત્મક આયોજન દ્વારા MRO ઉદ્યોગ માટે ભારતમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું. વિમાનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને શ્રેષ્ઠ ઉડ્ડયન માળખું ઊભું કરવા બદલ રાજ્યના સક્રિય પ્રયાસોને આ એવોર્ડ દ્વારા વૈશ્વિક ઓળખ મળી.
Read More