બોટાદ જિલ્લામાં મોબાઇલ-સીમકાર્ડ (નવા/જુના)નું વેચાણ કરતાં વેપારીઓએ નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ               રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ બોટાદ જિલ્લા વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવાં ફરજીયાત બનાવવા તથા સીમકાર્ડ નોંધવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૧૯-૧૧-૨૦૨૫થી તા.૧૭-૦૧-૨૦૨૬(બંને દિવસો સુદ્ધા) દિન ૬૦ સુધી અમલમાં રહેશે.                આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જુના…

Read More

બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન (UAV)નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનુ જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ                બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા કે, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા, BAPS સ્વા.મંદિર ગઢડા તથા ટેલીફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા, ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પીંગ સ્ટેશન નાવડા તથા ગઢડા તથા સોનાવાલા હોસ્પિટલ બોટાદ તથા CHC હોસ્પિટલ ગઢડા તથા મધુસુદન ડેરી ગઢડા…

Read More

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી અવસર બોટાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ             લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અનુસંધાને બોટાદ જિલ્લાની તમામ શાળાઓમાં યોગ શિબિર અને વ્યાયામ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા આ ખાસ પ્રવૃત્તિઓ તમામ શાળાઓમાં એકસાથે યોજાઈ હતી.             જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ તથા 1,685 શિક્ષકો, એમ કુલ મળી 33,580 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.             યોગ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણાયામ,…

Read More

સરદાર પટેલની 150મી જન્મજ્યંતિ નિમિત્તે બોટાદના પ્રભારીમંત્રીના અધ્યક્ષ સ્થાને યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ              રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાતનાં ઉપક્રમે તથા જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિને સમર્પિત રાષ્ટ્રીય સ્તરનાં યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવતી આ પદયાત્રા 18 નવેમ્બર 2025, મંગળવારના રોજ યોજાશે.              આ પદયાત્રાનું પ્રસ્થાન સવારે 7:30 કલાકે ભીમડાદ ગામનાં શ્રી બ્રહ્મર્શી વિદ્યાલયથી થશે જ્યારે સમાપન ટાટમ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થશે. ભીમડાદ ગામથી ટાટમ રોડ,…

Read More

યુનિટી માર્ચ અંતર્ગત તાલાલા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષમાં ‘એકતા મંત્ર’ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા વિધાનસભામાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવ્યો હતો. સરદાર પટેલનાં અદ્વિતીય રાષ્ટ્રીય યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય શ્રી માધાભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર…

Read More

ધાવા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધાવા ગામે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે ઇચ્છૂક ખેડૂતો માટે અવેરનેસ તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત તમામ ખેડૂતોને રવિ સીઝનમા પાકો માટે પ્રાકૃતિક કૃષિ વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આંબામાં પ્રાકૃતિક કૃષિ અન્વયે સમજણ આપવામાં આવી હતી. આત્મા પ્રોજેકટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા સરકારની ખેતીલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ રવિ ઋતુમાં પાકના વાવેતર પહેલા પાયામાં પ્રતિ એકર એક ટન ઘન-જીવામૃતનો ઉપયોગ કરવો અને બિયારણને પટ…

Read More

ભાવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના રસ્તાઓની સમીક્ષા માટે અધિકારીઓની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      આજે ભાવનગર કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના રસ્તાઓની મરામત અંગે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અધિકારીઓને સુચના આપતાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં વરસાદને લીધે અનેક રસ્તાઓ બિસ્માર થયાં છે ત્યારે આ રસ્તાઓના મરામતના કામો યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા પર વિશેષ ભાર મુક્યો હતો. તેમણે સમયમર્યાદા અને ગુણવત્તાની બાબતમાં જરાપણ બાંધછોડ ન કરવા પણ તાકીદ કરી હતી.  તેમણે કહ્યું કે, જે એજન્સીઓ નબળી કામગીરી કરે છે તેને બ્લેક લિસ્ટ કરી કડક કાર્યવાહી કરવા…

Read More

મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાએ સ્પેશિયલ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જીલ્લામાં સીટી વિસ્તાર અને તાલુકા કક્ષાએ (SIR) અંતર્ગત વનરેબલ દિવ્યાંગ, વયોવૃદ્ધ, વિચરતી વિમુકત જાતિઓ આર્થિક અને સામાજિક પછાત વર્ગ અને વંચિત વર્ગના મતદારો માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૦-તળાજા મતવિસ્તારમાં દિનદયાળ નગર સુવાળીયા કોળી જ્ઞાતીની વાડી ખાતે, ૧૦૨- પાલિતાણા મતવિસ્તારમાં ભીલ વાસ (પાલિતાણા-સિટી) ખાતે, ૧૦૩- ભાવનગર ગ્રામ્ય મતવિસ્તાર માટે ઘોઘા તાલુકાનાં તણસા અને શિહોર તાલુકાનાં ગુંદાળા વિસ્તાર ખાતે, ૧૦૪ – ભાવનગર પૂર્વ મતવિસ્તારમાં વૃધ્ધાશ્રમ ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે.  તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૨- પાલિતાણાના મતવિસ્તાર માટે…

Read More

ભાવનગર ખાતે યોજાઇ જિલ્લા કક્ષાની ભવ્ય ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’

હિન્દ ન્યુઝ, ભાવનગર       અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ હતી. આ પદયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા, ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા જોડાયા હતા.      ભાવનગર પશ્ચિમ વિસ્તારના જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધી યોજાયેલી આ ભવ્ય પદયાત્રા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં બહોળી…

Read More

ભાવનગર એસ.ટી.માં ઓક્ટોબર – ૨૦૨૫માં ઓનલાઈન રીઝર્વેશનથી ૫૫ હજારથી વધુ સીટ મુસાફરોએ બુક કરાવી : રૂ.૧ કરોડથી વધુની આવક પ્રાપ્ત

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ ઓક્ટોબર – ૨૦૨૪ ની સરખામણી એ ઓક્ટોબર-૨૦૨૫માં મુસાફરો દ્વારા ૫૫,૫૮૨ થી વધુ સીટો ઓનલાઈન રીઝર્વેશનના મધ્યમથી બુક કરાવતાં આશરે રૂ. ૧,૪૧,૯૩,૦૦૦ થી વધુ આવક પ્રાપ્ત થઈ છે.  ગત ઓક્ટોબર-૨૦૨૪ ની સરખામણીએ ઓક્ટોબર-૨૦૨૫માં ભાવનગર વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન ૭૨,૬૫૮ કી.મી નું વધુ સંચાલન કરવામાં આવ્યું છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ ૧,૫૬,૦૦૦ કી.મી. નું વધુ સંચાલન કરવામાં આવ્યું છે. સંચલનના માધ્યમથી રૂ. ૦૧,૭૬,૧૦,૦૦૦ ની આવક પ્રાપ્ત થઈ છે આમ પ્રતિ કિ.મી આવકમાં રૂ.૩ નો વધારો થવા પામેલ છે.…

Read More