“સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા

‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૫’ હિન્દ ન્યુઝ, ડાંગ    રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના ગામે ગામ વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.  આજ રોજ ડાંગ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતો, આંગણવાડીઓ, શાળાઓ તથા જાહેર સ્થળોએ સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ, ગ્રામ આગેવાનો તથા તાલુકા અને ગામ પંચાયતોનો સ્ટાફ, આગણવાડી બહેનો,ગામના નાગરિકો સૌએ મળીને પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે શ્રમદાન તેમજ પોતાની ભાગીદારી નોંધાવી સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે,આ અભિયાનનો મુખ્ય…

Read More

પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ ગરબાડા તાલુકાના નળવાઇ, ગાંગરડી અને નાંદવા ગ્રામની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ, ગાંગરડી અને નાંદવા ગ્રામની પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. એ સાથે તેઓએ transect walk નું સંચાલન કરી Village Action Plan બનાવા સમજૂતી આપી હતી.      પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાના હસ્તે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના ૩૪ ગામોમાં આદિ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગામના આદિ સાથી અને આદિ સહયોગી તેમજ જનભાગીદારી દ્વારા વિલેજ એકશન પ્લાન બનાવવા બાબતે પ્રાયોજના વહીવટદાર દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Read More

ડાંગ જિલ્લાના માર્ગો પર સુરક્ષિત વાહન વ્યવહાર માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જંગલ કટિંગ અને ગેરુ ચુનાની સાથે રસ્તાના પેચવર્કની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં વરસાદી સિઝન માં, માર્ગની બાજુમાં ઘાસનું નિદાંમણ, જંગલ કટિંગ અને ગેરુ ચુનાની કામગીરી, સુગમ્ય વાહન વ્યવહાર માટે રસ્તાના પેચવર્કની કામગીરી તેમજ માર્ગો ઉપર લટકતી વૃક્ષોની ડાળીઓને કારણે વાહન વ્યવહારમાં થતી અવરોધક પરિસ્થિતિ દૂર કરવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય મથક આહવાને જોડતા માર્ગો ઉપરાંત આંતરિક માર્ગો પર પણ હાલમાં માર્ગ અને મકાન વિભાગની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આહવા તાલુકા માં આહવા મેઇન રોડ થી હનવતચોંડ રોડ પર જંગલ કટિંગ અને…

Read More

અલિયાબાડા ગામે ₹૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર    રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલીયાબાડા ગામે ₹૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.  આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં અત્યાધુનિક માર્ગ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જામનગરને આધુનિક બનાવવા માટે વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે. સરકારની સવલતોનો લાભ છેવાડાના માનવી સુધી પહોચી રહ્યો છે. ગામડાઓમાં પણ પાકા રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અલિયામાં રોડ તથા મેજરબ્રિજની સુવિધાથી આજુબાજુના ગામના લોકોને પણ ફાયદો થશે. તો રેલવે સ્ટેશન…

Read More

ગોધરા દાહોદ હાઈવે પંચેલા બાયપાસ રોડ પર ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર પલટી

હિન્દ ન્યુઝ, દાહોદ     પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા દાહોદ હાઈવે રોડ પર ઓવર લોડ રેતી ભરેલ ડમ્પર આજ રોજ રોડની સાઈડમાં પલટી જતા સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ ડ્રાઈવર ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.     છાશવારે આવા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો બારીયા પીપલોદ રોડ પર પલટી મારતા હોય છે અને અકસ્માતો અવારનવાર થતા હોય છે ત્યારે આવા ભારે ઓવરલોડ રેતી માફીયાઓ સામે કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી અને આ રેતી માફીયાઓ રોડ પર પૂરઝડપે વાહનો હંકારતા હોય છે ત્યારે સામે આવતા નાના મોટા વાહન…

Read More

અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા તથા સહકારથી સમૃદ્ધિ – સહકાર પરિસંવાદ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, અમરેલી     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા તથા સહકારથી સમૃદ્ધિ – સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના સહકારિતા ક્ષેત્રમાં દીર્ઘ સમયથી સેવા આપતા વરિષ્ઠ વડીલો, સહકાર ક્ષેત્રના નવનિયુક્ત હોદ્દેદારો અને ઉત્કૃષ્ટ તજજ્ઞોનું સન્માન કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ આજે સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યો છે, જેમાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ ઉદાહરણરૂપ…

Read More

મુખ્યમંત્રી અમરેલીમાં સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાતે

હિન્દ ન્યુઝ,અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતેથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારની વરિષ્ઠ નાગરિકો માટેની શ્રવણ તીર્થદર્શન યોજના અંતર્ગત આયોજિત સોમનાથ-દ્વારકાની તીર્થયાત્રાની બસોને પ્રસ્થાન કરાવીને 251 જેટલા તીર્થયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ નાગરિકોની ચિંતા કરી છે. તેમણે ઉમેર્યું કે, આજે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેક છેવાડાના લાભાર્થીના ઘર સુધી પહોંચી રહ્યા છે. તેમણે ‘સ્વદેશી અપનાવો’ અભિયાનમાં સ્વયંભૂ જોડાવા સૌ નાગરિકોને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના ટાવર ચોક ખાતે આવેલી દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના…

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, સુરત     કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ તથા ધારાસભ્યો, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Read More

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૧૬૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, સુરત  એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ તથા GSRTC એપ પરથી કરાવી શકાશે    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.૧૬થી ૧૯ ઓક્ટોબર દરમિયાન સુરતથી ૧૬૦૦ એકસ્ટ્રા બસો દોડાવશે એમ વાહનવ્યવહાર, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.  

Read More

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ માર્ગોની કર્લિંગ સફાઇની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, સુરત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ રસ્તાઓને સુગમ્ય બનાવવાની કામગીરી હાથ ધરાઈ     ઓલપાડ તાલુકાના રાજ્યધોરી માર્ગ સુરત-ઓલપાડ-સાહોલ રોડ તથા સાહોલ-કીમ-માંડવી રોડ પર કર્લિંગ સફાઇની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરી સુગમ્ય બનાવવામા આવી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં વરસાદના વિરામ બાદ હાથ ધરાયેલા રસ્તાઓને વધુ સુવ્યવસ્થિત અને ગતિશીલ બનાવવા વિશેષ અભિયાન સ્વરૂપે ઓલપાડ તાલુકાના મુખ્ય માર્ગોથી શરૂ કરવામાં આવ્યું છે. 

Read More