હિન્દ ન્યુઝ, દાહોદ
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા દાહોદ હાઈવે રોડ પર ઓવર લોડ રેતી ભરેલ ડમ્પર આજ રોજ રોડની સાઈડમાં પલટી જતા સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ ડ્રાઈવર ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
છાશવારે આવા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો બારીયા પીપલોદ રોડ પર પલટી મારતા હોય છે અને અકસ્માતો અવારનવાર થતા હોય છે ત્યારે આવા ભારે ઓવરલોડ રેતી માફીયાઓ સામે કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી અને આ રેતી માફીયાઓ રોડ પર પૂરઝડપે વાહનો હંકારતા હોય છે ત્યારે સામે આવતા નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. જાણે તંત્રનો કોઈ ડર જ ન હોય એમ બેફામ ડમ્પરો ચલાવતા હોય છે. તંત્ર કેમ કોઈ એમના પર કડક પગલાં લેતા નથી? એવા પ્રશ્નો લોક મુખે ચર્ચાઈ રહી છે. વાહન ચાલકો ને નુકશાન ન પહોંચે અને આવા ગંભીર અકસ્માતો રોકવા માટે તંત્ર કોઈ પગલા લેશે કે પછી ભીનું સંકેલી લે છે એ હવે જોવાનું રહ્યું.

રિપોટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ

