માલજીજવા આરોગ્ય મંદિર ખાતે સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

હિન્દન્યુઝ, ગીર સોમનાથ               તાલાલા તાલુકાના માલજીંજવા આરોગ્ય મંદિર ખાતે સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. નગ્મા સિકંદરભાઈ મામટી દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારની ૫૩ સગર્ભા મહિલાઓની તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.              મામલજીંજવા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે આ કેમ્પ યોજાયો હતો. જેમાં સગર્ભા મહિલાની સંપૂર્ણ એએનસી તપાસ, લોહીની તપાસ અને જરૂરી દવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં…

Read More

જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે નિવાસી અધિક કલેકટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઇ હતી. આ મિટિંગમાં સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા હોટેલ, ફૂડ ઝોન વગેરે જેવી ઔદ્યોગિક સંસ્થાઓમાંથી રેસ્ક્યૂ કરાયેલા બાળકોની વિગતો રજૂ કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટરએ બાળકો અને તરુણોને કામે રાખનાર સંસ્થા માલિક સામે કાયદેસરની કાર્યવાહી સઘન બનાવવા માર્ગદર્શિત કર્યા હતાં. જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા મુક્ત કરાવેલ બાળકો તથા તેમના માતા પિતા વાલીઓને વિવિધ યોજનાઓની જાણકારી આપવા અને પાત્રતા ધરાવતી યોજનાઓના લાભ આપવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.…

Read More

રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાઈડ પુલ હેઠળની ગટર ક્લિનિંગની કામગીરી કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદેશો આપ્યા છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જોકે, પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત રાજ્ય માર્ગ અને મકાન વિભાગે રસ્તાઓમાં પાણી ભરાવાના કારણે રોડ અને રસ્તાને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખી છે. રસ્તાઓનું ધોવાણ અટકાવવા પાણીનું વહી જવું અત્યંત આવશ્યક છે. જો એક જ જગ્યાએ પાણી ભરાઈ રહે તો રસ્તાને નુકસાન પહોંચવાની શક્યતાઓ વધી જાય છે. રસ્તાઓને નુકસાન ન પહોંચે અને નાગરિકોને કોઈ અગવડતાઓ…

Read More

બોટાદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, બોટાદ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત બોટાદમાં સાયકલ યાત્રાનું સફળ આયોજન         મંગળવારની વહેલી સવારે વરસાદી અમી છાંટણા વચ્ચે તાલુકા વહીવટીતંત્ર બરવાળા દ્વારા ઝબુબા હાઇસ્કુલ, બરવાળાથી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સુધી સાઇકલ યાત્રાનું સફળ આયોજન સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત બોટાદમાં સાયકલ યાત્રાનું સફળ આયોજન         મંગળવારની વહેલી સવારે વરસાદી અમી છાંટણા વચ્ચે તાલુકા વહીવટીતંત્ર બરવાળા દ્વારા ઝબુબા હાઇસ્કુલ, બરવાળાથી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સુધી સાઇકલ યાત્રાનું સફળ આયોજન 8 જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની…

Read More

ભારતની સાંસ્કૃતિક વિરાસતને સમજવા તથા આપણી મહાન ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશ્યક છે.

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયમંત્રને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમાજ સ્વીકૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષાને લોકભોગ્ય બનાવવાના ધ્યેય સાથે તાજેતરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ યોજનાઓ લોન્ચ કરવામાં આવેલ છે. આવો, સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટેની ‘યોજના પંચકમ્‌’ વિશે જાણીએ. સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના : સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા.6 થી 13 ઓગસ્ટ, 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા સંસ્કૃતમય…

Read More

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે મોટાપોંઢા ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ શામજીભાઈ પટેલ દ્વારા માહિતી

હિન્દ ન્યુઝ, વલસાડ      રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન હેઠળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામ ખાતે ૨૦ જેટલા ખેડૂત ભાઈઓ તથા બહેનોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે મોટાપોંઢા ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ શામજીભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનજીવામૃત બનાવી ખેડૂતો પોતાના ખેતરમાં હાલ ડાંગરની ફેરરોપણી અથવા અન્ય પાકોમાં ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને શાકભાજી તેમજ અનાજનું રસાયણમુક્ત ઉત્પાદન મેળવી શકાય છે. આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોએ પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવ્યું હતું. 

Read More

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામા આવેલ છે. જે અંતર્ગત મોટર સાયકલ, ટ્રાન્સપોર્ટ વાહનો તથા મોટરકારના નંબર માટે GJ30E, GJ30F, GJ30C GJ30T, GJ30P તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે.  આ માટે (૧) તા. ૧૪/૭/૨૦૨૫ થી ૧૬/૭/૨૦૨૫ ના રોજ REAUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨)…

Read More

ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝ્ડ e-KYC થકી કોન્ટેક્ટલેસ થકી મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, ડાંગ      લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીનું સરકારશ્રી દ્વારા સરળીકરણ કરવામાં આવેલ છે. જે પ્રક્રિયાના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝ્ડ e-KYC થકી કોન્ટેક્ટલેસ(ફેસલેસ) થકી મેળવી શકે તે ઉમદા હેતુથી વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તા. ૦૭/૦૭/૨૦૨૫ ના રોજથી અમલ થઈ ગયેલ છે. ફેસલેસ અરજીના કિસ્સામાં અરજદાર પોતાના આધાર નંબરનો ઉપયોગ કરીને આર.ટી.ઓ કચેરીની મુલાકાત લીધા સિવાય ઘરે બેઠા/કોઈ પણ જગ્યાથી લેપટોપ અથવા વેબકેમ ધરાવતા કોમ્પ્યુટર દ્વારા ટેસ્ટ આપી, લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે. જો અરજદાર નોન-ફેસલેસ અરજી કરવા માંગે તે કિસ્સામાં આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ /આઈ.ટી.આઈ/પોલીટેકનીક કચેરી ખાતે…

Read More

જામનગર જિલ્લામાં ૯ નવી સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો ખોલવા મંજૂરી અપાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા જામનગર જિલ્લામાં ૯ નવી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકારમાન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે બહાલી મળેલ છે, જે અંગેની અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ નવી દુકાનો જામનગર શહેરમાં ગોકુલનગર તથા મહાપ્રભુજીની બેઠક વિસ્તાર, જામનગર ગ્રામ્યમાં ઠેબા, જીવાપર તથા મોરકંડા, જોડિયા તાલુકામાં જોડિયા-૧, જામજોધપુર તાલુકામાં નંદાણા (બમથીયા, ગઢકડા, ડેરી આંબરડી), શેઠવડાળા-૧ (લલોઇ), વનાણા (કોઠાવિરડી, વેરાવળ, ઇશ્વરીયા) ખાતે ખુલશે. પાત્રતા ધરાવતાં ઇચ્છુક ઉમેદવારો ipds.gujarat.gov.in/iLMS વેબપોર્ટલ ઉપર તા.૨૧/૦૭/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ અંગે…

Read More

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના તમામ રસ્તાઓની મોન્સુન સંબંધિત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

ભર ચોમાસે ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો સુગમ્ હિન્દ ન્યુઝ, આહવા     રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા જૂન માસથી જ સતત વરસાદ વરસી રહ્યો છે.  આ વરસાદ અને વાવાઝોડાને કારણે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, ભૂસ્ખલન થવુ, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને થતુ નુકશાન પૂર્વવત કરવા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાથ ધરવામા આવી છે. આ માટે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા દરેક રસ્તા ઉપર મરામતની કામગીરી સુપેરે થાય તે માટે મદદનીશ ઇજનેર અને…

Read More