હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા જામનગર જિલ્લામાં ૯ નવી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકારમાન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે બહાલી મળેલ છે, જે અંગેની અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ નવી દુકાનો જામનગર શહેરમાં ગોકુલનગર તથા મહાપ્રભુજીની બેઠક વિસ્તાર, જામનગર ગ્રામ્યમાં ઠેબા, જીવાપર તથા મોરકંડા, જોડિયા તાલુકામાં જોડિયા-૧, જામજોધપુર તાલુકામાં નંદાણા (બમથીયા, ગઢકડા, ડેરી આંબરડી), શેઠવડાળા-૧ (લલોઇ), વનાણા (કોઠાવિરડી, વેરાવળ, ઇશ્વરીયા) ખાતે ખુલશે. પાત્રતા ધરાવતાં ઇચ્છુક ઉમેદવારો ipds.gujarat.gov.in/iLMS વેબપોર્ટલ ઉપર તા.૨૧/૦૭/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ અંગે વઘુ માહિતી માટે જિલ્લાની સંબંધિત મામલતદાર કચેરી તથા જિલ્લા પુરવઠા કચેરીએથી મળી રહેશે. આ અંગેની સર્વે નાગરીકોને નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારીની યાદિમાં જણાવાયું છે.
