ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત અધ્યક્ષ સ્થાને “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ

   મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગરના સંયુક્ત ઉમક્રમે નારી વદંન ઉત્સવ નિમિત્તે “મહિલા સ્વાવલંબન દિવસ” જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મહિલાઓ માટે સ્વરોજગાર મેળો, સાહસીક મહિલાઓનું સન્માન તેમજ શ્રમજીવી મહિલાઓનાં અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંગે વઘઈ દૂધ શીત કેન્દ્ર, વસુધારા ડેરી હોલ વઘઈ ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને જાગૃતતા સેમિનાર યોજાયો હતો.

આ પ્રસંગે રાજેશભાઈ ગામીતે મહિલાઓને સંબોધતા જણાવ્યુ કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભથી આજે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની છે. હાલમાં ચાલી રહેલા નારી વંદન ઉત્સવ દરમિયાન સપ્તાહ સુધી મહિલાઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર મહિલાઓના કલ્યાણ માટે કામગીરી થઈ રહી છે. પહેલાના સમયમાં મહિલાઓ માત્ર ઘર પૂરતી જ સીમિત રહેતી હતી. પરંતુ હવે મહિલાઓ પણ કોઈથી પાછળ રહી નથી. પુરૂષની હરોળમાં આવીને કામ કરી ખૂબ આગળ વધી સમાજને ગૌરવ અપાવી રહી છે.

આજની નારી સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બને અને સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મુકાય છે. જેનો લાભ લેવા માટે મહિલાઓએ જાગૃત રહેવુ જરૂરી છે તેમ જણાવી જિલ્લા જણાવી જિલ્લા પંચાયત પ્રમુખએ સરકારની મહિલાઓ લક્ષી યોજાઓની વિગતે માહિતી આપી હતી. 

જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, લખપતિ દીદી, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વ્હલી દીકરી યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના વિગેરે યોજનાઓની વિગતવાર માહિતી આપી આ યોજનાઓનો મહતમ લાભ લેવા જણાવ્યું હતું. 

“મહિલા સ્વાવલંબન દિવસ” નું મહત્વ સમજાવી જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારે સ્વરોજગાર મેળમાં પધારેલ નોકરીદાતાઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓનું સ્વાવલંબન એટલે માત્ર નોકરી નથી પરંતુ મહિલાઓ પોતાની સ્કિલનો ઉપયોગ કરીને આગળ વધે તેમજ દરેક મહિલાઓ સ્વાવલંબન બને તે જરૂરી છે. 

આ કાર્યક્રમાં લીડ બેંક મેનેજર વિશાલ પતંગેએ બેંકિંગ વિશે તેમજ વીમા કવચ વિશે માહિતી આપી હતી. જિલ્લા રોજગાર કચેરીના યંગ પ્રોફેશનલ ઝેડ.એફ.રાજે અનુબંધ પોર્ટલ, કુટિર ઉદ્યોગ કેન્દ્રના સહકારી અધિકારી ડી.આર.વાઘે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોજનાલક્ષી માહિતી, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના એરિયા મેનેજર શ્રીમતી અંજલીબેન ગામીતે સંસ્થાના કામગીરીની માહિતી આપી હતી. ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના મરિયમ ગામીતે મહિલાલક્ષી યોજના અને વન સ્ટોપ સેન્ટરના સંચાલક રેખાબેન ધુમ એ વન સ્ટોપ સેન્ટર, અને મહિલા સ્વાવલંબન યોજના લાભાર્થીએ સાફલ્ય ગાથા જણાવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, દીકરી વધામણાં કીટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પાડવી, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત,સહિતના અધિકારી/કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. 

કસ્તુરબા બાલિકા વિદ્યાલયની દિકરીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન મહિલા અને બાળ અધિકારી ડો.મનીષાબેન મૂલતાનીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ રોજગાર કચેરીના આંકડા મદદનીશ દિનેશ પરમારે કરી હતી. 

Related posts

Leave a Comment