હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે સરદાર પટેલની ૧૫૦મી જયંતી ના અવસરે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી બનવા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું આણંદ સ્થિત કૃષિ યુનિવર્સીટીના હેલીપેડ ખાતે આગમન થયુ હતું. કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલિપેડ ખાતે પધારેલા કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહ નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ…
Read MoreDay: July 5, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેના હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહકારિતા દિવસની ઉજવણી અવસરે આણંદ ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમમાં પધાર્યા હતા. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના આણંદ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ…
Read Moreકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદમાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ
હિન્દ ન્યુઝ, આણંદ :: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ :: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી…
Read Moreઆણંદના વાલ્મી ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરતાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ
હિન્દ ન્યુઝ, આણંદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યુ હતું. આ તકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ ‘‘ત્રિભુવન’’ સહકારી યુનિવર્સિટી તથા ત્રિભુવન પટેલના સહકારીતા ક્ષેત્રમાં કરેલ પ્રદાનને દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું. આ સમયે વાલ્મી કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે “એક પેડ કે નામ અભિયાન” અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર…
Read Moreગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ માટે અરજી કરવા બાબત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રિજિયોનલ ફાયર ઓફિસ ભાવનગરના ઝોન અંતર્ગત આવતાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ તેમજ ગ્રામીણ વિસ્તારના અરજદારોએ ઈમારતો/ એકમોમાં રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના પોર્ટલ ‘ગુજફાયરસેફ્ટીકોપ’ પર અરજી કરવાની રહેશે. ગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સેફટી કોપ)નો ઉદ્દેશ રાજ્યભરમાં ફાયર સેફટી ફ્રેમ વર્કને મજબૂત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. આ ગેઝેટ ગુજફાયરસેફ્ટીકોપ. ડોટ . ઈન/કૉન્ટેન્ટ/રેગ્યુલેશન્સ-૧૧૭ પર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, જૂના રેગ્યુલેશન રદ્દ થઈ નવા રેગ્યુલેશન તા. ૧૩ ડીસેમ્બર, ૨૦૨૩ના…
Read Moreગીર સોમનાથમાં મધ્યસ્થીકરણ ઝૂંબેશ અન્વયે નાગરિકોને લાભ લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં નાલસા તથા MCPC દ્વારા ‘મિડીયેશન કોર ધ નેશન’ અન્વયે તા. ૦૧ જુલાઈ, ૨૦૨૫ થી ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઇકોર્ટનાં પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાનાં પ્રયત્નો કરવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત લાગુ પડતાં કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી કોર્ટમાંથી કેસોને મિડીયેશનમાં રિફર કરવાનાં પ્રયત્ન કરવામાં આવશે. જેથી તમામ પક્ષકારોએ તેઓનાં કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતાં હોય જેવાં કે લગ્ન જીવનની તકરારોને લગતાં…
Read Moreઆંકોલવાડીમાં સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાલાલા તાલુકાના આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા સિકંદરભાઈ મામટી દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં જાંબુર, જશાધાર, સુરવા, મંડોરણા, બામણાસા, રામપરા, માધુપુર, હડમતિયા અને ભીમદેવળ સહિત આસપાસના ગામોમાંથી ૬૦ જેટલી સગર્ભા મહિલાઓ હાજર રહી હતી અને આ તમામ મહિલાઓનો સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસની સાથે જરૂરી દવા આપવામાં આવી હતી. તે ઉપરાંત સગર્ભા મહિલાઓને સ્વચ્છતા અને માર્ગદર્શન પણ આપવામાં…
Read Moreતાલીમ થકી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવતાં ઉનાના ખેડૂતો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઉનામાં જલારામ વાડી ખાતે તા.૦૩ જૂલાઈથી ૦૫ જૂલાઈના રોજ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાંથી આશરે ૫૦ કરતાં વધારે ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આ ખેતીમાં આગળ વધી અને સાથે જ ગાય તેમજ પ્રકૃતિનું જતન કરે એવા હેતુસર આ તાલીમમાં જોડાયાં હતાં. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ દરમિયાન મનીષભાઈ બલદાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિધ્ધાંતો અને પાયાની…
Read Moreજામનગર જીલ્લા અદાલતોમાં કેસોના ઝડપી નીકાલ માટે મીડિયેશન ફોર નેશન કેમ્પેઈન – સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાની તમામ અદાલતોમાં ૧ લી જુલાઈથી આવનારા ત્રણ મહિના અંતર્ગત- નાલસા તથા MCPC દ્વારા મીડિયેશન ફોર ધ નેશન’ અન્વયે ૯૦ દિવસની મીડિયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તમામ કોર્ટમાં પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા માટે આયોજન કરવામા આવેલ છે. જામનગર જીલ્લાની અદાલતમા પડતર કેસાના લાગતા વળગતા તમામ પક્ષકારોને તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે લગ્ન જીવનની તકરારો ને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો,…
Read Moreજામનગર જિલ્લાના નાગરિકો કિચન ગાર્ડન માટે રાહત દરે બિયારણ મેળવી શકશે
હિન્દ ન્યુઝ, જામનગર દરેક નાગરીક પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીયન ગાર્ડન)નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી (ભીંડો, ટમેટા, મરચા, રીંગણ, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી, કાકડી, ગુવાર, ડુંગળી, મેથી, ધાણા, વગેરે)નુ વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતર કિફાયતી દરે વિતરણ કરવામા આવે છે. રસ ધરાવતા…
Read More