હિન્દ ન્યુઝ, આણંદ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યુ હતું.
આ તકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ ‘‘ત્રિભુવન’’ સહકારી યુનિવર્સિટી તથા ત્રિભુવન પટેલના સહકારીતા ક્ષેત્રમાં કરેલ પ્રદાનને દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું.
આ સમયે વાલ્મી કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે “એક પેડ કે નામ અભિયાન” અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી કૃષ્ણ પાલ અને મુરલીધર મોહોલ, રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી, ત્રિભુવન સહકારીતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસ, એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મિનેશભાઈ શાહ સહિત ઈરમાના અધ્યાપક તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
