સ્પે. ખેલ મહાકુંભ ૨.૦ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા જિલ્લાકક્ષાની સ્પે.ખેલ મહાકુંભ ૨.૦ ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લાકક્ષાએ કેટેગરી મુજબ અલગ અલગ વયજુથમાં સ્પર્ધાનું આયોજન થનાર છે. જેમાં એથ્લેટીક્સ, સાઈકલિંગ, ચેસ, સીટીંગ વોલીબોલ, બાસ્કેટબોલ, બોચી, બેડમીન્ટન, ક્રિકેટ જેવી સ્પર્ધાનું આયોજન થનાર છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભના જે-તે કેટેગરીના ખેલાડીઓ માટે વ્યક્તિગત રમતો અને સાંધિક રમતોનું આયોજન કરવામાં આવશે. જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં તબક્કા પ્રમાણે પસંદગી પામેલા ખેલાડીઓ/ટીમો જ ભાગ લઈ શકશે.

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર વ્યક્તિગત રમતના ખેલાડીઓ તેમજ ટીમમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર ચૂકવવામાં આવશે. જિલ્લાકક્ષાએ યોજાનાર વ્યક્તિગત રમત તેમજ ટીમ રમતોમાં પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક/ટીમ રાજ્યકક્ષા સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.

ચાલુ વર્ષે અલગ કેટેગરીમાં સેરેબ્રલ પાલ્સીના ખેલાડીઓ માટે સીધી રાજ્યકક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. વિગરવાર કાર્યક્રમ કચેરીના બ્લોગ એડ્રેસ dsdobhav.blogspot.com પરથી મેળવી શકશે.

 

 

 

 

Related posts

Leave a Comment