જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા વેરાવળ ખાતે થઈ જન ઔષધિ દિવસની ઉજવણી

જન ઔષધિ દિવસ-૨૦૨૩

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત કરવા અને આ દવાઓ તમામ લોકો સુધી પહોંચાડવાના આશયથી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન જન સુધી પહોંચાડવા માટે જન ઔષધિ ‘સસ્તી પણ – સારી પણ’ એવી થીમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા વેરાવળ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી થઈ હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવો સતત પ્રયાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ ક્ષેત્રે લોકોની ચિંતા કરી છે. જેમાનું એક આરોગ્ય પણ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખાતે કોઈ પણ આડઅસર વિનાની જેનરિક દવાઓ સસ્તા ભાવે મળે છે ત્યારે વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ.

આ તકે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે સરકારના વિવિધ કેન્દ્રમાંથી ઉપલબ્ધ સસ્તી અને સુલભ જેનરિક દવાઓની ગુણવત્તા અને મહત્વ વિશે વાત કરી આ બાબતે લોકોમાં વધુ ને વધુ જાગૃતી આવે એ વિશે માહિતગાર કર્યા હતાં.

આ તકે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરૂણ રોય સહિત આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment