હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ (તાજીયા)ના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તા.૫-૬ જુલાઈ દરમિયાન ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે, ટ્રાફિક નિયમોનું પાલન થાય, લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી તા.૭ જુલાઈ સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, તાજીયાની બેઠક સહિત ૯ (નવ) ફૂટથી વધારે ઉંચાઇ ધરાવતા તાજીયા…
Read MoreDay: July 3, 2025
જામનગર જિલ્લામાં અનાજ વિતરણની મુદ્દત તા.૫ જુલાઈ સુધી લંબાવાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં રાશન મળવાપાત્ર કોઇ પણ લાભાર્થી અનાજથી વંચિત ન રહે તે માટે જુલાઇ-૨૦૨૫ તથા ઓગષ્ટ-૨૦૨૫ ના માસનો જથ્થો વિતરણ કરવાની મુદત તા.૦૫/૦૭/૨૦૨૫ સુધી વઘારવામાં આવેલ છે. જેથી જે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર અનાજ મેળવવાનુ બાકી હોય તેવા લાભાર્થીઓને તા.૦૫/૦૭/૨૦૨૫ સુધીમાં અનાજ મેળવી લેવા જામનગર જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Moreભાવનગર જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૧૨ જૂલાઇએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદનાં આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર ધ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૨/૦૭/૨૦૨૫ નાં રોજ “રાષ્ટ્રિય લોક અદાલત” યોજાનાર છે. ભાવનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકને લગતા ઈ-મેમોને લગતા કેસો કે જેમાં સંદર્ભમાં દર્શાવેલ પત્ર જોતા ઈ-મેમોના કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ તા.૧૨/૦૭/૨૦૨૫ની રાષ્ટ્રીય લોક…
Read Moreડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માર્કેટ ઇન્ટરવેશન સ્કીમ હેઠળ સહાય મેળવવા તા.૧૫ જુલાઈ સુધી અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડુતોએ તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ APMC માં કરેલ હોય તેવા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર તરફથી રૂ.૨૦૦ પ્રતિ ક્વિન્ટલ સહાય આપવાનું નક્કી થયેલ છે. આ ખેડૂતોને મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેંચાણ સુધી એટલે કે, મહત્તમ રૂ.૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આથી ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર તા.૦૧/૦૭/૨૦૨૫ થી ૧૫/૦૭/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરાવી તેમાં સહી…
Read Moreશિહોર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, શિહોર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા ટાઉન હોલ શિહોર ખાતે સ્થાનિક સ્વરાજ મંચ સંસ્થાની ૧૬મી વાર્ષિક સાધારણ સભાના ૧૭૧ બહેનો સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજવામાં આવેલ હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના પ્રમુખ દ્રારા સંસ્થાનો ટુંકમાં પરિચય આપવામાં આવેલ હતો. ત્યારબાદ PBSC સેન્ટરના કાઉન્સેલર કનીઝબેન દ્રારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ઘરમાં થતી હિંસાને ઘરેલું હિંસા કહેવાય, કાયદા અંતર્ગત જોગવાઈઓ, પીડિત મહિલાને કાયદા થકી મળતી રાહતો, આ કાયદો ઘરની અંદર થતી…
Read Moreતળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩ જુલાઈ ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, તળાજા તળાજા તાલુકા કક્ષાનો જુલાઈ – ૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૭/૨૦૨૫ (બુધવાર) ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, તળાજા ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષશ્રી, તળાજાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવના૨ છે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલતદાર, તળાજા ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ માં સર્વિસ મેટર તથા નીતિ વિષયક…
Read Moreકેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી આયોજિત વરિષ્ઠ નાગરિકોના એસેસમેન્ટ કેમ્પને બહોળો પ્રતિસાદ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર-બોટાદના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. 30 જૂનથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ થયો છે. ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લેતો આ કેમ્પ 3 જુલાઈ સુધી ચાલશે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આવતીકાલ ગુરુવારે અંતિમ દિવસ રહેશે. જેમાં પ્રથમ બે દિવસ દરમિયાન 2,655 સાધનોની સહાય માટે લાભાર્થીઓનું પસંદગીકૃત નિદાન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 43 લાખથી વધુ છે. કેન્દ્રીય મંત્રી…
Read Moreભાવનગર શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી આગામી ૫ અને ૬ જુલાઈના રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી, આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કહ્યું કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જોડાશે. આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ પર પેચવર્ક, જરૂરી સ્થળોએ લાઈટિંગની વ્યવસ્થા…
Read More