ભાવનગર શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ભાવનગર શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી આગામી ૫ અને ૬ જુલાઈના રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી, આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કહ્યું કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જોડાશે. આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ પર પેચવર્ક, જરૂરી સ્થળોએ લાઈટિંગની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. 

તારીખ ૫ અને ૬ જુલાઈના રોજ તાજીયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા, નાયબ પોલીસ અધિક્ષક આર. આર. સિંઘાલ, ભાવનગર સેન્ટ્રલ તાજીયા કમિટીના ચેરમેન સૈયદ હુસૈનમિયાંબાપુ સહિતના સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ભાવનગર શહેરમાં તાજિયા બનાવતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment