હિન્દ ન્યુઝ, શિહોર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા ટાઉન હોલ શિહોર ખાતે સ્થાનિક સ્વરાજ મંચ સંસ્થાની ૧૬મી વાર્ષિક સાધારણ સભાના ૧૭૧ બહેનો સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજવામાં આવેલ હતો.
જેમાં કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના પ્રમુખ દ્રારા સંસ્થાનો ટુંકમાં પરિચય આપવામાં આવેલ હતો. ત્યારબાદ PBSC સેન્ટરના કાઉન્સેલર કનીઝબેન દ્રારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ઘરમાં થતી હિંસાને ઘરેલું હિંસા કહેવાય, કાયદા અંતર્ગત જોગવાઈઓ, પીડિત મહિલાને કાયદા થકી મળતી રાહતો, આ કાયદો ઘરની અંદર થતી હિંસા સામે મહિલાને રક્ષણ આપે છે. મહિલા ઉપર થઈ રહેલા અથવા થયેલી હિંસા સામે કોર્ટમાં કેસ ડી.આઈ.આર. કરીને ન્યાય માંગી શકે છે. જેની માટે પ્રોટેકશન અધિકારી નિમાયેલ હોય છે. તેમજ કાયદા અંતર્ગત વિવિધ કલમો વગેરે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ અને સેન્ટરની કામગીરી વિશે માહિતી આપી તેમજ ઘરેલું હિંસા અંતર્ગત આવતા કેસો અંગે માહિતી આપવામાં આવેલ ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શોભાબેન દ્રારા OSC સેન્ટર પર આવતા કેસો અંગે તેમજ સેન્ટરની કામગીરી અંગેની અને ૧૮૧ હેલ્પલાઇનની ઉપયોગીતા વિશે સમજ આપવામા આવેલ હતી. DHEW યોજનાના મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટીયા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત મહિલાલક્ષી વિવિધ યોજનાની અને બાલિકા પંચાયત અંગેની વિસ્તૃત સમજ આપવામા આવેલ હતી. અંતમાં તમામનો આભાર માની કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવેલ હતો.
