ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માર્કેટ ઇન્ટરવેશન સ્કીમ હેઠળ સહાય મેળવવા તા.૧૫ જુલાઈ સુધી અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડુતોએ તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ APMC માં કરેલ હોય તેવા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર તરફથી રૂ.૨૦૦ પ્રતિ ક્વિન્ટલ સહાય આપવાનું નક્કી થયેલ છે. આ ખેડૂતોને મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેંચાણ સુધી એટલે કે, મહત્તમ રૂ.૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. 

આથી ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર તા.૦૧/૦૭/૨૦૨૫ થી ૧૫/૦૭/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરાવી તેમાં સહી કરી તેની સાથે ૭/૧૨ અને ૮-અ, તલાટી કમ મંત્રીનો ડુંગળીના વાવેતરનો દાખલો, APMCનો ગેટ એન્ટ્રીનો પુરાવો અથવા APMCના જાહેર હરાજી રજિસ્ટર અથવા ગેટ પાસ એન્ટ્રી રજિસ્ટરનો પુરાવો અથવા બજાર સમિતિના કબાલા બીલ, ડુંગળી વેંચાણ બીલ (માર્કેટ યાર્ડમાં આવક ગેટ ઉપર લખેલ નામ, પિતા કે પુત્રનું હોય અને બીલ તે પૈકી કોઇ પણ નામનું હોય અને ૭/૧૨ અને ૮-અ કોઇ પણ નામે બનેલ હોય તેવા કેસમાં એફિડેવીટ રજૂ કરવાનું તેમજ ખેડુતનું હુલામણું ટુંકું નામ, ગેટ પર લખેલા હોય તેવા કિસ્સામાં એફિડેવીટ રજૂ કરવાનું રહેશે), આધારકાર્ડ અને આધાર નંબર લીંક કરેલ બેંક પાસબુકની નકલ સામેલ રાખી તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં રૂબરૂ/ટપાલના માધ્યમથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર-૩૬૪૦૦૧ ખાતે મોકલી આપવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment