જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત, રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ કલેક્ટર કચેરી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડિયો કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી SIRની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. 

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આવનાર સમયમાં SIR ની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવશે, સાથે જ અનકલેક્ટેડ મતદારોની યાદી તૈયાર કરી રાજકીય પક્ષો સાથે બેઠક કરી યાદી આપવી, મેપિંગ ન થઈ શકેલ મતદારોની નોટિસ બજવણી કરી આપેલ ડેડલાઈન સુધીમાં તમામ રજૂઆતો નિરાકરણ કરવું, પોલિટિકલ પાર્ટીઓ સાથે બેઠક કરવી, SIR કામગીરી વિશેના ફેલાતા ફેક ન્યુઝને અટકાવવા અને તેની સામે સાચા તથ્ય મૂકવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે આવનાર સમયમાં કરવામાં આવતી કામગીરી અંગે પ્રી પ્લાનિંગ વિશે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી ઝાલોદ, પ્રાંત અધિકારી દેવગઢ બારીયા, પ્રાંત અધિકારી લીમખેડા, ડેપ્યુટી ડીડીઓ જિલ્લા પંચાયત દાહોદ, પ્રાંત અધિકારી દાહોદ, DSO, સહિત સંબંધિત વિભાગના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment