હિન્દ ન્યુઝ, તળાજા
તળાજા તાલુકા કક્ષાનો જુલાઈ – ૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૭/૨૦૨૫ (બુધવાર) ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, તળાજા ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષશ્રી, તળાજાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવના૨ છે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલતદાર, તળાજા ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમ માં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજી સ્વીકારવામાં આવશે તેમજ અરજદારે જાતે રૂબરૂ હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં તેમ તળાજા મામલતદાર ની યાદીમાં જણાવેલ છે.
