હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં રાશન મળવાપાત્ર કોઇ પણ લાભાર્થી અનાજથી વંચિત ન રહે તે માટે જુલાઇ-૨૦૨૫ તથા ઓગષ્ટ-૨૦૨૫ ના માસનો જથ્થો વિતરણ કરવાની મુદત તા.૦૫/૦૭/૨૦૨૫ સુધી વઘારવામાં આવેલ છે. જેથી જે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર અનાજ મેળવવાનુ બાકી હોય તેવા લાભાર્થીઓને તા.૦૫/૦૭/૨૦૨૫ સુધીમાં અનાજ મેળવી લેવા જામનગર જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
